________________
સવાસોથી વધુ લેખકો પોતાનો ગ્રંથ લખવા માટે જેલવાસ ભોગવે છે. P.E.N.ની આંતરરાષ્ટ્રીય ઑફિસમાં આવા લેખકોની સત્તાવાર માહિતી મળતી હોય છે (જે અધૂરી હોય છે) અને એ સંસ્થા દ્વારા વખતોવખત તે તે સરકારો સામે વિરોધ વ્યક્ત થાય છે. મોટા ભાગના લેખક-કેદીઓ સામ્યવાદી દેશોમાં અને લશ્કરી સરમુખત્યારશાહીવાળા દેશોમાં છે.
વાણીસ્વાતંત્ર્યની હિમાયત કરનારા લેખકોમાં પણ અટપટું રાજકારણ ચાલતું હોય છે. દુશ્મન રાષ્ટ્રના લેખક પ્રત્યે તેઓ સહાનુભૂતિ દર્શાવે છે અને તેઓને છોડી મૂકવાની દરખાસ્ત કરે છે, પરંતુ પોતાના રાષ્ટ્રના લેખકોનો પ્રશ્ન આવે ત્યારે તેમાંના કેટલાક ઇરાદાપૂર્વક મૌન સેવે છે. બધા લેખકોમાં એટલી નૈતિક હિંમત હોતી નથી અને જેલવાસ કે મૃત્યુનો ડર એવા લેખકોને ચૂપ કરી દે છે.
લેખકની કૃતિ પ્રતિબંધિત થાય અને લેખકને જેલમાં પૂરવામાં આવે એટલી સજાથી આગળ વધીને હવે લેખકને મારી નાખવાનો હુકમ થાય ત્યાં સુધી વાત વધી છે. સારું છે કે સલમાન ૨શદી બ્રિટન જેવા લોકશાહીમાં અને વાણીસ્વાતંત્ર્યમાં માનના૨ દેશમાં વસે છે. જો તે ઈરાનમાં વસતા હોત તો આવો ગ્રંથ લખી ન શક્યા હોત અને લખ્યો હોત તો ધર્માંદ લોકોએ અને સરકારે તેમને જીવતા રહેવા ન દીધા હોત. બીજા દેશના લેખક નાગરિકને, ન્યાયાલયનો આશ્રય લીધા વિના, મનની મરજીથી દેહાંતદંડની સજા ફરમાવવી એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક નવી જ ઘટના છે. એવી સજા ઉચ્ચારવી તે મધ્યયુગીન માનસની, નિર્દયતાની, અધમતાની, જંગલીપણાની, સારાસાર વિવેકના અભાવની નિશાની છે. ઇરાદાપૂર્વક થયેલાં બદનક્ષીભર્યાં લખાણ માટે પણ મૃત્યુની સજા નથી તો વાણીસ્વાતંત્ર્ય ધરાવતા લેખકને તેવી સજા કેમ થઈ શકે ?
અલબત્ત, સલમાન રશદીએ જે કંઈ લખ્યું છે તે બધું બરાબર છે એમ તો વગર અભ્યાસ કર્યો કેમ કહી શકાય ? અત્યારે તો પ્રશ્ન લેખક તરીકેની એમની સ્વતંત્રતાનો છે અને એ માટે વિશ્વમત તેમની તરફેણમાં છે એ સારું છે.
‘સૈતાનિક વર્સિસ’ એક સર્જનાત્મક ઐતિહાસિક નવલકથા છે. ઇતિહાસ અને ઐતિહાસિક નવલકથા વચ્ચે સ્વરૂપગત તફાવત છે. ઇતિહાસમાં ઇતિહાસકારો પ્રમાણભૂત હકીકતો આપવા માટે બંધાયેલા છે. ઐતિહાસિક નવલકથાનો સર્જક પોતાની કલ્પના પ્રમાણે નવા પ્રસંગોનું કે નવાં કાલ્પનિક પાત્રોનું સર્જન કરી શકે છે અને ભૂમિકારૂપે પોતાની કલ્પનાનું વાતાવરણ પણ જમાવી શકે છે. આમ છતાં સર્જકની કલ્પનાને પણ મર્યાદા રહે છે. ઐતિહાસિક નવલકથા કરતાં ધાર્મિક વિષયની પૌરાણિક નવલકથામાં કલ્પનાને વધુ અવકાશ રહે છે, કારણ કે પુરાણોમાં દસ્તાવેજી
૩૫૦ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org