________________
લેખકનો શબ્દ
કોઈ લેખકનું લખાણ અચાનક જગતમાં કેવો ઉત્પાત મચાવી દે છે તેનું એક દૃષ્ટાંત બ્રિટનમાં વસેલા લેખક સલમાન રશદીની “Satanic Verses' નામની નવલકથાએ પૂરું પાડ્યું છે. ઈરાનના તે સમયના સૂત્રધાર આયાતોલ્લાહ ખૌમેનીએ સલમાન રશદીને મોતની સજા ફરમાવી એથી જગતના દેશોમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા, બ્રિટન અને ઈરાન વચ્ચેના રાજદ્વારી સંબંધો ગંભીર રીતે બગડ્યા. સલમાન રશદીને કોઈ મારી નાખે નહિ તે માટે બ્રિટનની સરકારે સલામતીનાં કડક પગલાં લીધાં, પરંતુ તે દરમિયાન ભારત, પાકિસ્તાન અને અન્ય દેશોમાં મળીને પચાસથી વધુ માણસોએ એ નિમિત્તે થયેલાં રમખાણોમાં પોતાના પ્રાણ ગુમાવ્યા. લેખકનો શબ્દ સીધી કે આડકતરી રીતે ઘોર હિંસાનું નિમિત્ત કેવી રીતે બને છે તે આના ઉપરથી જોઈ શકાય છે. વિધિની કરુણ વિચિત્રતા તો એ છે કે પોતાના પ્રાણનો ભોગ આપનારાઓએ કે સજા કરનાર ખુદ ખીમેનીએ જાતે સલમાન રશદીનું એ પુસ્તક વાંચ્યું નહોતું.
દુનિયામાં ક્યારેક કોઈક લેખકની કૃતિ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય એવી ઘટના નવી નથી. કેટલીક વાર તો લેખકને એના ગ્રંથને માટે કેદમાં પૂરવામાં પણ આવ્યા છે. ઘણી વાર તો અદાલતમાં કાયદેસર કામ ચલાવ્યા વિના તેમ કરવામાં આવે છે. મોટા ભાગના આવા કેદીઓ રાજ્યસત્તાની વિરુદ્ધ ઉશ્કેરણીભર્યું લખાણ લખવાને માટે જેલવાસ ભોગવતા હોય છે.
ક્યારેક સત્તાપલટો થાય ત્યારે એવા લેખક-કેદીઓ મુક્ત થાય છે અને નવી સત્તાની વિરુદ્ધ લખનારા જેલમાં જાય છે. સરમુખત્યારશાહી દેશોમાં આવું વિશેષ બની રહ્યું છે. વર્તમાન સમયમાં દુનિયાભરમાં જુદા જુદા દેશોમાં મળીને સહેજે
લેખકનો શબ્દ ૩૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org