________________
યુરોપ, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા એ પાંચ ખંડોમાં ભાષા, સાહિત્ય, સંસ્કાર, વસ્તી વગેરે દૃષ્ટિએ યુરોપ અને એશિયાનું મહત્ત્વ ઘણું મોટું છે. આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા એ ત્રણ ખંડો મહાસાગરમાં સ્વતંત્ર ખંડો છે, જ્યારે યુરોપ અને એશિયા વચ્ચે એવો કોઈ મહાસાગર નથી. આ બે ખંડો એ વસ્તુતઃ એક મહાખંડનું જ – યુરેશિયાનું – વિભાજન છે. એશિયાની સરહદ
ક્યાં પૂરી થાય છે અને યુરોપની સરહદ ક્યાંથી શરૂ થાય છે તે નક્કી કરવું સહેલું નથી. દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષા, દુનિયાનાં સૌથી વધુ રાષ્ટ્રો આ મહાખંડમાં આવેલાં છે. આ મહાખંડની પ્રાચીનતા પણ એટલી જ છે. આ મહાખંડમાં જ ભારત, ગ્રીસ, ઇજિપ્ત, મેસેપોટેમિયા, રોમ વગેરેની પ્રાચીન સંસ્કૃતિઓ વિકાસ પામી છે. દુનિયાની સૌથી વધુ વસતિ આ મહાખંડમાં છે. ગઈ સદીના કેટલાક વિચારકોને એમ લાગતું હતું કે યુરોપ અને એશિયા વચ્ચે ક્યારેય સુમેળ થઈ ન શકે, કારણ કે બંનેની સંસ્કૃતિ અને સંસ્કાર અલગ અલગ છે. કવિ કીર્ડિંગે કહ્યું છે :
East is East and West is West;
The twine shall never meet. પરંતુ કવિના એ કથનને વર્તમાન પ્રવાહો ઝડપથી ખોટું પાડી રહ્યા છે. પશ્ચિમની સંસ્કૃતિ ભૌતિક સુખ-સગવડોમાં રાચનારી, જન્મજન્માંતરમાં ન માનનારી છે. એશિયાની સંસ્કૃતિ જન્મજન્માંતરમાં માનનારી અને ભૌતિક સુખસગવડો કરતાં આંતરિક આધ્યાત્મિક શાંતિની ખોજ માટે મથામણ કરનારી છે. પરંતુ વર્તમાન સમયમાં જેટ વિમાનોની અવરજવરને કારણે, પ્રજા-પ્રજા વચ્ચે સંપર્ક અને સંમિશ્રણ ઝડપથી વધી રહ્યાં છે. રાષ્ટ્ર કે સંસ્કૃતિના ભેદો ઝડપથી ભૂંસાઈ રહ્યા છે. એકબીજાના સંસ્કાર પ્રત્યે સમભાવ જન્મ્યો છે અને એકબીજાને આદરપૂર્વક સમજવાનો પ્રયત્ન પણ થવા લાગ્યો છે.
એશિયા અને યુરોપને એકબીજાની વધુ નજીક લાવનાર અને એકબીજાને સમજવામાં મદદરૂપ થનાર સૌથી મહત્ત્વનું જો કોઈ માધ્યમ હોય તો તે સાહિત્ય છે. વર્તમાન સાહિત્યકાર પાસે નવી દિશાઓ ખૂલી છે. અનુભવનાં નવાં પરિમાણો ઊભાં થયાં છે. એનો ઉત્તમ વિનિયોગ કરીને એ એવા સાહિત્યનું નિર્માણ કરી શકે છે કે જે યુરોપ અને એશિયાના સંસ્કાર વચ્ચે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના સંસ્કાર વચ્ચે અર્થાતુ ખંડખંડના સંસ્કાર વચ્ચે સેતુ સમાન બની રહે. ભૂતકાળના સાહિત્ય, એની કેટલીક મર્યાદાઓ સાથે આ કાર્ય પાર પાડ્યું છે. ભવિષ્ય આ પડકાર વધુ ઉત્સાહ અને વધુ તાકાતથી ઝીલી લેવાનો રહેશે !
જ૮
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org