________________
કે વૈજ્ઞાનિક વિષયો ઉપર કે તેના સિદ્ધાંતો ઉપર અથવા તે ક્ષેત્રની વ્યક્તિઓ ઉપર આડાઅવળા પ્રહારો કરે તો પ્રમાણમાં તેના પ્રત્યાઘાતો ઓછા પડે છે અને તેવા પ્રત્યાઘાતો એકંદરે હિંસક સ્વરૂપ લેતા નથી. બર્નાડ શો, બટ્રેન્ડ રસેલ, માર્કસ વોલ્ટર, ફ્રોઈડ વગેરે ચિંતકોએ પોતપોતાના વિષયોમાં સમાજ ઉપર માર્મિક અને આઘાતજનક પ્રહારો કર્યા છે, તોપણ સમાજે તે એક નવી વિચારસરણી છે એમ સમજીને નભાવી લીધા છે. સમય જતાં એવા કેટલાક પ્રહારોનું વિસ્મરણ થઈ જાય છે અને એનું મૂલ્ય ઓછું થઈ જાય છે.
પરંતુ બીજાં ક્ષેત્રો કરતાં ધર્મનું ક્ષેત્ર વધુ સંવેદનશીલ છે, કારણ કે લોકોની દષ્ટિએ તે એક પવિત્ર ક્ષેત્ર છે. જેમ કોઈ સામાન્ય માણસ કરતાં કોઈ પવિત્ર સંતમહાત્મા ઉપર થયેલા હુમલાનો લોકો દ્વારા જબરો, પ્રતિકાર થાય છે, તેમ ધર્મના વિષય ઉપર થયેલા પ્રહારનો પણ જબરો પ્રતિકાર થાય છે. એમાં સત્ય અને ન્યાય કયા પક્ષે છે તેનો ઓછો વિચાર થાય છે. પરંતુ ઘર્ષ ઉતરે ફેં' એટલા શબ્દો સાંભળતાં જ કેટલાય લોકો, માસ હિસ્ટિરિયાની જેમ, પ્રશ્નનો અભ્યાસ કર્યા વિના, ધર્મને માટે પોતાના પ્રાણ આપવા નીકળી પડે છે. દુનિયાના ઇતિહાસમાં ધર્મને માટે થયેલાં યુદ્ધો ઓછાં નથી. એટલા માટે જ ધાર્મિક વિષયો ઉપર લખનાર લેખકની સામાજિક દૃષ્ટિએ ઘણી મોટી જવાબદારી ઊભી થાય છે. લોકશાહીમાં માનનાર તથા સત્ય અને ન્યાયને માન આપનાર સુધરેલા, સુશિક્ષિત, આધુનિક લોકો પણ પોતાના ધર્મની વાત આવે ત્યારે બચાવ કરે છે, આવેશમાં આવી જાય છે અને ક્યારેક તો આક્રમક કે હિંસક બની જાય છે. તેમને ત્યારે સત્યનું દર્શન થતું નથી અને થતું હોય તો તે ગમતું નથી.
સત્ય જીરવવું સહેલું નથી. વળી દરેક પ્રસંગે સંપૂર્ણ સત્ય પ્રકાશિત થાય જ છે એવું નથી. વળી, સત્ય પ્રકાશિત થાય એ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રના હિતમાં કેટલીક વાર હોતું નથી. સત્યનું ગોપન કેટલીક વાર વ્યાવહારિક દૃષ્ટિએ જરૂરી બની જાય છે. લોકશાહી રાષ્ટ્રમાં પણ લશ્કરી સંરક્ષણની બધી જ વિગતો જાહેરમાં મૂકી શકાય નહિ. ક્યારેક તેમાં લોકહિતની દૃષ્ટિએ અસત્યનો પણ આશરો લેવાય છે. વ્યક્તિ, કુટુંબ કે સમાજની બધી જ બાબતો સત્યના નામે જાહેરમાં મૂકવાનું હિતાવહ હોતું નથી. એવે પ્રસંગે પોતાને મળેલી માહિતી સપના નામે કે વાણીસ્વાતંત્રના નામે કોઈ જાહેરમાં મૂકવા જાય તો તેના મિત્ર કે વિપરીત પ્રત્યાઘાતો પડ્યા વગર રહે નહિ. દરેક વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને ધર્મની કંઈક ને કંઈક નબળી બાબતો હોય છે. જેમ દરદીના ઘા જાહેરમાં સાફ કરવાથી જોનાર કેટલાકને ચીતરી ચડે છે તેમ આવી નબળી બાબતો જાહેરમાં મૂકવાથી તેનાં પરિણામો અસુભગ
પર આ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org