________________
પ્રબળ બને છે. જેમ કુટુંબના સ્તરે તેમ જ્ઞાતિ, સમાજ, રાજ્ય કે રાષ્ટ્રના સ્તરે નૈસર્ગિક કે અનૈસર્ગિક બાહ્ય આપત્તિ આવી પડે છે ત્યારે પ્રેમ અને કરુણા, દાન અને દવાના ભાવો તે સમગ્ર એકમને સઘન બનાવી દે છે. ભારત ઉપર ૧૯૬૨માં જ્યારે ચીને આક્રમણ કર્યું ત્યારે ભારતની સમગ્ર પ્રજા માંહોમાંહેના મતભેદો ભૂલીને એક બની ગઈ હતી. આમ, આપત્તિના સમયમાં માનવ જ એક બની શકતો હોય તો તે દર્શાવે છે કે તેનામાં એક બનવાની યોગ્યતા અને શક્તિ બંને રહેલાં તો છે જ. પરંતુ શાંતિના સમયે પ્રમાદને કારણે તે પોતાની સાહજિક યોગ્યતા અને શક્તિને ભૂલી જાય છે. શાંતિના સમયમાં પણ માનવ માનવ વચ્ચે પ્રેમ અને બંધુત્વની ભાવના સદા જાગૃત રહે તો કવિઓ અને તત્ત્વચિંતકો પૃથ્વી પરના સુખમય જીવનની જે કલ્પના કરે છે તે સાકાર બને.
માનવ માનવ વચ્ચે બાહ્ય દૃષ્ટિએ ભેદ જરૂર છે, પરંતુ એ ભેદને બે અંતિમ છેડાએથી જો જોવામાં આવે તો તે ઘણો મોટો લાગે છે. વસ્તુતઃ ગતમાં જેમ વૈવિધ્ય છે તેમ સાતત્ય પણ છે. માણસ જે સ્થળે રહે છે તેની આસપાસના પચીસ-પચાસ કે સો માઈલના વિસ્તારમાં રહેનારા લોકો વચ્ચે તેને કોઈ ભેદભાવ દેખાતો નથી. કેટલીક વખત તો સીમા ઉપરના આવેલા પરસ્પર ભિન્ન બે રાજ્યોનાં ગામડાંઓની પ્રજા વચ્ચે કોઈ ભેદ જણાતો નથી. ક્યારેક તેઓ વચ્ચે પરસ્પર અવરજવર, લેવડદેવડ, વેપાર, સ્નેહસંપર્ક વગેરે પણ હોય છે. ક્યારેક તો ફક્ત યુદ્ધના સમયે જ તેઓને ભાન થાય છે કે તેઓ બે પરસ્પર ભિન્ન રાષ્ટ્રોના વતની છે. આમ, એક દેશમાંથી બીજા દેશમાં અને બીજા દેશમાંથી ત્રીજા દેશમાં આપણે ઝીણવટપૂર્વકનું અવલોકન કરતાં ચાલ્યા જઈએ તો પ્રજા પ્રજા વચ્ચે ભાષા, પહેરવેશ, રહેણીકરણી, ખોરાક, રીતરિવાજ વગેરેનું કેટલું બધું સામ્ય અને સાતત્ય જોવા મળે છે ! ઇંગ્લેન્ડ કે ફ્રાંસના કિનારેથી કોઈ પ્રવાસી પગપાળા નીકળે અને એક પછી એક રાષ્ટ્રમાં પસાર થતો થતો દરેક સ્થળે થોડા થોડા દિવસ રહેતો રહેતો ચીન, જાપાન કે કોરિયાના દેશ સુધી પહોંચે તો તેને આ સાતત્યનો અનુભવ થશે. આમ, બાહ્ય દૃષ્ટિએ એક બાજુ બ્રિટન અને ફ્રાંસ તો બીજી બાજુ કોરિયા અને જાપાનના લોકો વચ્ચે એટલું બધું વૈષમ્ય દેખાય કે એ વૈષમ્ય પેલા પ્રવાસીની નજરમાં નહિ આવે, કારણ કે એણે સાતત્યનો અનુભવ કર્યો હશે; સાતત્યનું એને દર્શન થયું હશે !
ગતને એક બનાવનાર તત્ત્વોમાં પ્રેમ એ સૌથી મોટું તત્ત્વ છે. જ્યાં પ્રેમ હોય છે ત્યાં વૈષમ્ય શમી જાય છે. બધાંની સાથે એકતાનો અનુભવ થાય છે. બધાંમાં પોતાનું જ પ્રતિબિંબ દેખાય છે, બલ્ક પોતાનું જ દર્શન થાય છે.
કવિઓ, નવલકથાકારો, નાટકકારો વગેરે સાહિત્યકારો જો આ વિશ્વપ્રેમના
૪૬ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org