________________
લાંબા સમય સુધી ગુપ્ત રાખી શકાતું નથી તે રહેતું પણ નથી. સમય જતાં સત્ય પ્રગટ થાય છે અને એ લેખકની ઉત્તમ કૃતિની કદર થવા લાગે છે. સંસ્કૃતમાં ભવભૂતિ કવિએ કહ્યું છે : જાનોયમ્ નિધિ વિપુના 7 પૃથ્વી । દંતકથા પ્રમાણે કહેવાય છે કે ભવભૂતિનાં નાટકોની તેના પ્રદેશમાં, તેના સમકાલીન સાહિત્યરસિકોએ જાણ્યેઅજાણ્યે જ્યારે કદર ન કરી ત્યારે ભવભૂતિએ આશાવાદી વચનો ઉચ્ચાર્યાં કે, “આ પૃથ્વી તો વિશાળ છે અને સમય તો અવધિરહિત છે. મારી કૃતિઓની કદર મારા પ્રદેશની પ્રજા અત્યારે કરતી નથી, પરંતુ હું તો એવા સમાનધર્મની રાહ જોવા ઇચ્છું છું કે જે મારી કૃતિઓ વાંચીને રસ અનુભવશે. એવો સમાનધમાં કોઈક પ્રદેશમાં પણ મળશે, કારણ કે પૃથ્વી તો અત્યંત વિશાળ છે; એવો સમાનધમાં મને આજે નહિ તો વર્ષો પછી પણ મળશે, કારણ કે સમય નિરવધિ છે. સ્થળ અને સમયના પરિમાણમાં એવો એક સમાનધમાં પણ મને જો મળશે તો તે માટે હું રાહ જોઈશ. મને એ મળશે જ એવી પૂર્ણ આશામાં હું કૃતકૃત્યતા અનુભવું છું.” સમગ્ર માનવજાતનો વિચાર કરીએ ત્યારે આપણને એકતામાં અનેકતા અને અનેકતામાં એકતાનું દર્શન થશે. વય, જાતિ, સ્વભાવ, પહેરવેશ, ભાષા, રહેણીકરણી, રીતરિવાજ, શિક્ષણ, રાજ્યપદ્ધતિ, ધર્મ, આશા-આકાંક્ષા, વેપાર-ઉદ્યોગ, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની દૃષ્ટિએ માનવ-માનવ વચ્ચે અપાર વૈવિધ્ય છે. ઈશ્વરની આ સૃષ્ટિમાં બે મનુષ્યોના સમાન ચહેરા કે આંગળાંની સમાન છાપ પણ જોવા મળતાં નથી. એક જ કુટુંબના ચાર કે પાંચ સભ્યોમાં પણ પ્રકૃતિ, રુચિ અને ટેવોની બાબતમાં પણ કેટલું બધું સામ્ય-વૈષમ્ય જોવા મળે છે અને છતાં તે કુટુંબના બધા સભ્યો એકબીજા પ્રત્યે પ્રેમ, આદર તથા સંપથી રહી શકે છે. આમ, એક જ કુટુંબમાં વિવિધતામાં એકતાનું દર્શન આપણને થાય છે. કુટુંબ એ નાનામાં નાનું એકમ છે કે જેમાં આ એકતાનું દર્શન આપણે કરી શકીએ છીએ. અનેક કુટુંબો મળીને એક જ્ઞાતિ કે સમાજ થાય છે. તે જ ક્રમે રાજ્ય, રાષ્ટ્ર, ઉપખંડ, ખંડ અને સમગ્ર વિશ્વનો વિચાર કરી શકાય.
જેમ કુટુંબની કક્ષાએ તેમ જ્ઞાતિ કે સમાજની કક્ષાએ પણ આપણને ઘણું વૈવિધ્ય જોવા મળવાનું. ક્યારેક તેમાં સંઘર્ષો પણ થતા હોય છે. છતાં તેમાં આપણને એકતાનું દર્શન થઈ શકે છે. જેવી રીતે કુટુંબ, જ્ઞાતિ કે સમાજની કક્ષાએ, તેવી રીતે રાજ્ય, રાષ્ટ્ર, ઉપખંડ, ખંડ અને સમગ્ર વિશ્વની દૃષ્ટિએ આપણે વિવિધતા કે અનેકતામાં એકતાનું દર્શન કરી શકીએ. કોઈ પણ કુટુંબ ઉ૫૨ કુદરતસર્જિત કે માનવસર્જિત આપત્તિ આવી પડે છે ત્યારે કુટુંબના સભ્યો અંદરઅંદરના મતભેદો, વિચારભેદો, પૂર્વગ્રહો વગેરેને ભૂલીને એક બની જાય છે. એવે પ્રસંગે તેમનામાં રહેલાં પ્રેમ, સહિષ્ણુતા, ઉદારતા, ૫૨કલ્યાણ વગેરેના ભાવો જાગૃત થાય છે અને
સાહિત્ય-સંસ્કારસેતુ ૩૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org