________________
દે એવું, કારણ કે વાર્તાનો અંત કેવો આવનાર છે એ વાચક જો શીર્ષક વાંચતાં જ સમજી જાય તો તેવી વાર્તા વાંચવામાં એને રસ નહિ રહે. એટલે આવા પ્રકારની વાર્તાઓમાં શીર્ષક દ્વારા વિષયનું સૂચન થઈ શકે, નહિ કે વિષયનું કથન.
વસ્તુસંવિધાન, પાત્રાલેખન, સંવાદ, શીર્ષક ઈત્યાદિ અંગો કરતાંયે વાર્તાનું - અથવા કોઈ પણ કલાકૃતિનું – અગત્યનું અંગ અથવા તત્ત્વ તે લેખકની જીવન પ્રત્યેની દૃષ્ટિ (Philosophy of life) છે. દરેક કલાકૃતિ પોતપોતાની આગવી રીતે જીવનનું કંઈક રહસ્ય પ્રગટ કરવા પ્રયત્ન કરતી જ હોય છે. પરંતુ તે પોતાના ઉપાદાનની મર્યાદામાં રહીને જે જીવનરહસ્ય પ્રગટ કરી શકાય તે પ્રગટ કરે છે એટલે જે રહસ્યો આખા જીવનપટને જોવાથી જ સમજી શકાય તેવાં રહસ્યો ટૂંકી વાર્તામાં લેખક બતાવી ન શકે.
દરેક વાર્તાકાર પાસે જીવનને નિહાળવાનું અને નિરૂપવાનું આગવું દૃષ્ટિબિન્દુ હોય છે. જીવન તરફ વાર્તાકાર કેવી રીતે જુએ છે, મનુષ્યોનાં અને તેમનાં હદયોનાં એ કેવાં મૂલ્ય આંકે છે, મનુષ્યોને માથે આવી પડતા એવા બીજા અનેક કૂટપ્રશ્નો પ્રત્યેનું કર્તાનું વલણ કેવું છે એ બધું – વાર્તામાં સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું ન હોય છતાં – વાર્તામાં આલેખાયેલા જીવનને સમગ્રપણે વિચારતાં આપણને સમજાય છે.
વાતમાં ગમે તેટલી સુકુમાર કલ્પના હોય, ગમે તેટલું સુંદર વસ્તુસંવિધાન કે પાત્રાલેખન હોય કે એની ગમે તેટલી મનોહર શૈલી હોય, પણ જ્યાં સુધી જીવનમાં ઊંડા ઊતરી માનવહૃદયનું સૂક્ષ્મ અન્વેષણ કરવાની એના લેખકમાં શક્તિ ન હોય ત્યાં સુધી એ વાતકૃતિ બહુ ઊંચી કક્ષાની બની ન શકે.
O
જર કે સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org