________________
સંવાદમાં બોલી (dialect)ના વપરાશનો પ્રશ્ન પણ વિચારવો જોઈએ. બોલી વાર્તામાં વાસ્તવિકતા લાવી શકે છે, અને તળપદું, આબેહૂબ ચિત્ર અને વાતાવરણ ખડું કરવામાં મદદરૂપ નીવડે છે. પરંતુ બોલીના વધારે પડતા વપરાશને કારણે વાર્તાના વિહારનું ક્ષેત્ર સંકુચિત બની જવાનો સંભવ છે. જે પ્રદેશની બોલીનો વાર્તામાં ઉપયોગ થયો હોય તે પ્રદેશના લોકોને એ વાર્તામાં વધારે રસ પડવાનો; પરંતુ બીજા પ્રદેશના લોકોને કદાચ એમાં ઓછો રસ પડવાનો. વળી ભાષાની દૃષ્ટિએ વિચાર કરીએ તો ભાષા પરિવર્તનશીલ હોઈને બોલીને બદલાતાં વાર નથી લાગતી. એટલે બોલી-પ્રચુર વાર્તાની ચિરંજીવિતા પર એની અસર પડ્યા વિના રહેતી નથી.
શીર્ષક એ, એક રીતે કહીએ તો, વાતનું અંગ છે અને નથી. શીર્ષકને વાત સાથે સંબંધ છે એટલું જ નહિ, પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે એ વાર્તા માટે કેટલીક વાર ઉપકારક પણ બને છે.
વાર્તાનું શીર્ષક અનોખું, આકર્ષક, નવીન, સંક્ષિપ્ત, સૂચક, સુયોગ્ય અને સાહિત્યિક હોવું જોઈએ. વાર્તાના વસ્તુ સાથે અથવા વાર્તામાં કોઈક ને કોઈક સ્થળે એનો પૂળ નહિ તો સૂક્ષ્મ સંબંધ અવશ્ય હોવો જોઈએ. જે શીર્ષકો વાર્તાનો પ્રકાર જણાવતાં હોય, છાપાળવાં હોય, ઘણાં લાંબાં અથવા વિકલ્પવાળાં હોય, વાર્તાના સારરૂપે કહેવાયાં હોય અથવા તો વાતનો ઘટસ્ફોટ પહેલેથી જણાવી દેતાં હોય તેવાં શીર્ષકો નીરસ બનવાનો સંભવ છે.
શીર્ષક કેટલીક વાર વાર્તાની મુખ્ય ભાવના કે વાર્તાના મુખ્યધ્વનિ પરથી અપાયું હોય છે (જેમ કે – વિનિપાત', “જિંદગીનો તરજુમો', “અવિરામ યુદ્ધ, કાળ થોભે છે' વગેરે); કેટલીક વાર વાતના મુખ્ય પાત્રના નામ પરથી અપાય છે (જેમકે - “ભૈયાદાદા', “ખેમી', “જુમો ભિસ્તી', “ગ્નજીવન માસ્તર', “ગુલાબવહુ', બુદ્ધિવિજય', “મુકુન્દરાય, કેશવરામ' વગેરે); કેટલીક વાર વાર્તાના મુખ્ય પ્રસંગ પરથી અપાય છે જેમ કે – “જન્મભૂમિનો ત્યાગ', ‘ફિલસૂફનો ભ્રમ', “શામળશાનો વિવાહ' વગેરે); કેટલીક વાર વાર્તાના મુખ્ય વક્તવ્ય પરથી અપાય છે જેમ કે – લોહીની સગાઈ, લોહીતરસ્યો', “રતિનો શાપ', “હૃદયપલટો', “માછીમારનું ગીત’ વગેરે; કેટલીક વાર કોઈક સ્થળની આસપાસ વાત વણાઈ હોય છે ત્યારે તે સ્થલના નામ પરથી આપવામાં આવે છે જેમકે – “સરયૂ નદીને કિનારે', “હણમાનની દેરી', શેત્રુજીને કાંઠે વગેરે).
જે વાર્તાના અંતમાં કંઈક રહસ્યસ્ફોટ રહેલો હોય તેવી વાર્તાના વસ્તુની સંકલના પરથી જો શીર્ષક આપવામાં આવ્યું હોય તો તેનું શીર્ષક વાર્તા વાંચ્યા પછી સમજાય એવું હોવું જોઈએ, અને નહિ કે આખી વાર્તાનું રહસ્ય પહેલેથી સમજાવી
ટૂંકી વાર્તા ૩૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org