________________
૧૯
સાહિત્ય-સંસ્કારસેતુ
માનવને જ્યારથી ભાષાનું માધ્યમ પ્રાપ્ત થયું ત્યારથી તે તેના દ્વારા પોતાના ભાવો, વિચારો, કલ્પનાઓ વગેરે વ્યક્ત કરવા લાગ્યો. ભાષાએ પોતાની અપાર શક્તિ વડે માનવવ્યવહારને સરળ અને સુલભ બનાવી દીધો. પરિણામે માનવ પાસે સમય અને શક્તિનો એટલો બચાવ થતો રહ્યો કે જેથી એનો ઉપયોગ એ જ ભાષા માધ્યમને ઐરપણે લડાવવામાં પણ તે કરવા લાગ્યો આ રીતે ભાષાએ પોતે પણ માનવચિત્તના સૂક્ષ્મ અને ગહન સ્પંદનોને ઝીલવાની ક્ષમતા ધારણ કરી અને પોતાના સ્વરૂપમાં રમણીયતાની અવનવી દિશાઓ ખુલ્લી કરી.
શબ્દ માત્ર સાંકેતિક માધ્યમ ન રહ્યો, પરંતુ અનેક અર્થચ્છાયાઓથી સભર બનવા લાગ્યો. માનવની વાચા જેમ જેમ ખીલતી ગઈ તેમ તેમ સાહિત્યનું સર્જન થતું ગયું અને તેમાં માનવજીવનનું ગહનતમ પ્રતિબિંબ પડવા લાગ્યું.
સાહિત્ય એ એવું માધ્યમ છે કે જેના દ્વારા માણસ વિષનું વમન કરી શકે છે અને અમૃતનું પાન પણ કરી શકે છે. સાહિત્યકાર જ્યારે પૂર્વગ્રહ અને અભિનિવેશ વડે પોતાની સાહિત્યકૃતિનું સર્જન કરે છે, ત્યારે એક બાજુ જેમ તે કોઈ એક પક્ષને અયોગ્ય રીતે ઉત્સાહિત કરે છે, તો બીજી બાજુ અન્ય પક્ષને અન્યાય કરે છે અને ક્યારેક એને દ્વેષનો આશ્રય લેવાની ફરજ પાડે છે.
કોઈક વાર સાહિત્યકાર પોતાના પ્રતિસ્પર્ધીને પાત્ર બનાવી કવિતા, વાર્તા કે નાટકની રચના કરે છે અને તેમાં તે પાત્રને હલકું ચીતરવાનો, તેના ઉપર કટાક્ષયુક્ત પ્રહારો કરવાનો પ્રયત્ન કરે છે. લેખકે ભલે તેમાં કલ્પિત જુદું નામ આપ્યું હોય, પરંતુ સુજ્ઞ વાચક તે પાત્રને તરત ઓળખી જાય છે અને તે પાત્રના નિરૂપણ પાછળ રહેલા લેખકના દ્વેષભાવને પણ પારખી જાય છે. આવી કૃતિઓ ક્યારેક તત્કાળ
સાહિત્ય-સંસ્કારસેતુ ક ૩૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org