________________
રીતે આવ્યો હોય તેનાથી ભિન્ન પ્રકારનો અંત એ વાતનો આવી શકે ખરો ? પ્રથમ દષ્ટિએ એમ લાગ્યા વિના રહેશે નહિ કે વાર્તાકાર પોતાની વાતને ધારે તેવો વળાંક આપવાને સ્વતંત્ર છે, શક્તિશાળી છે. એટલે એક વાતનો હોય તેના કરતાં ભિન્ન અંત કેમ ન આવી શકે ? પરંતુ અહીં જે વિચાર કરવાનો છે તે વાર્તાકારની દૃષ્ટિએ નહિ, પણ વાર્તાકલાની દૃષ્ટિએ કરવાનો છે. કોઈ પણ વાતના જુદા જુદા અંત લાવવા હોય તો ગમે તેટલા લાવી શકાય. પણ વાર્તા સુંદર અને સંપૂર્ણ – perfect – હોય તો એ વાર્તાની સુંદરતા, સંપૂર્ણતા અને અસરકારકતાને ખંડિત કર્યા વિના એનો બીજી રીતે અંત આણવો શક્ય જ નથી. સ્ટિવન્સન કહે છે કે “સાચી ટૂંકી વાર્તા વાર્તાકારને પોતાની સંવિધાનકલા સાથે અથવા તો પોતાના મુખ્ય પાત્રના ભાવિ સાથે છૂટ લેવા દેતી જ નથી.” એટલે સાચી, સુંદર, સફળ અને સંપૂર્ણ ટૂંકી વાર્તાના અંતે એક પાત્રનું ભાવિ જે રીતે નિર્માયું હોય તે અન્યથા સંભવી શકતું જ નથી. ટૂંકી વાર્તાનો અંત અનિવાર્ય હોય છે અને વાચકને પણ એ અનિવાર્ય લાગતો હોય છે. એટલે વાર્તાનો અંત જો બીજી રીતે આણી શકાતો હોય તો એનો અર્થ એ કે વાર્તાની શરૂઆત જ ખોટી રીતે થઈ છે.
ટૂંકી વાર્તાના આદિ અને અંત માટે ભિન્નભિન્ન મત પ્રવર્તે છે. એક બાજુ ચેખોવ કહે છે કે ટૂંકી વાર્તાને આદિ કે અંત ન હોવા જોઈએ : “A story should neither have beginning nor end.” તો બીજી તરફ Sedgwick કહે છે : “A short story is like a horse race; it is the start and finish that count most."
ચેખોવ કહે છે કે જીવનમાં જેમ અમુક બનાવ બની જાય છે છતાં તે બરાબર ક્યાંથી શરૂ થયો અને ક્યાં તેનો અંત આવ્યો તે કહી ન શકાય, તેમ વાર્તાઓમાં પણ બને છે. એટલે કે વાર્તાઓમાં જે અને જેટલું જીવન નિરૂપાયું હોય છે એની આગળ પણ ઘણુંબધું બની ગયું હોય છે, વાર્તાના અંત પછી પણ ઘણુંબધું બનતું હોય છે. એટલે વાતમાં જે જીવન નિરુપાયું હોય છે તેનું મૂળ વાતની બહાર હોય છે; તેવી જ રીતે વાર્તાનો અંત જ્યાં આવે છે ત્યાં જ વાર્તામાં નિરુપાયેલા જીવનનો અંત નથી આવતો હોતો. એટલે વાર્તાને આદિ અને અંત હોતા નથી.
આ દલીલ સામે એમ કહી શકાય કે વાર્તામાં જે જીવન નિરુપાયું હોય છે તેને એક એકમ તરીકે જ સ્વીકારવું જોઈએ. સમગ્ર જીવનનું નિરૂપણ તો વાર્તામાં થઈ શકતું જ નથી. જીવનના એક ખંડને જ એક એકમ (unit) તરીકે સ્વીકારવો જોઈએ, એટલા પૂરતું તો એ જીવન પૂર્ણ જ ગણાવું જોઈએ. વળી એમ પણ કહી શકાય કે ચેખોવની એ દલીલને માન્ય રાખીએ તો તો નવલકથાને પણ આદિ અને
૩૪ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org