________________
અંત હોઈ ન શકે, કારણ કે નવલકથામાં જે જીવન નિરુપાયું હોય છે તેની આગળ પણ શું કશું નથી બન્યું હોતું ? અને નવલકથાના અંતે શું એમાં નિરૂપાયેલ જીવનનો અંત આવી જાય છે ?
ટૂંકી વાર્તાને આદિ કે અંત હોતા નથી એવા ચેખોવના કથનનો બીજો અર્થ એ પણ કરવામાં આવે છે કે ટૂંકી વાર્તામાં એના આદિ અને અંતને સતત લક્ષમાં રાખીને વસ્તુની રજૂઆત કરવાની નથી હોતી. જીવનમાં જેમ બને છે તેમ કોઈ પણ પ્રકારના ક્રમ વિના વસ્તુ વાર્તામાં ગમે તેમ ગોઠવાયેલું હોય તો પણ ચાલે. એટલે કે જીવનમાં જેમ બધા બનાવો અમુક યોજનાપૂર્વક નહિ, પણ સ્વાભાવિક રીતે જ બનતા હોય છે, તેમ વાતનો અમુક રીતે અંત લાવવાની યોજના સહિત નહિ, પણ સ્વાભાવિક રીતે જ બધા બનાવો નિરૂપાવા જોઈએ એવો ચેખોવનો મત
બનાવોના નિરૂપણનો આ પ્રશ્ર સંવિધાનકલાનો છે. વાર્તાના સંવિધાનમાં બે જુદી જુદી પદ્ધતિ અપનાવવામાં આવેલી જોવામાં આવે છે. એક બાજુ સુશ્લિષ્ટ, સુગ્રથિત વસ્તુવાળી મોપાસાંની પદ્ધતિ છે, તો બીજી બાજુ કશીયે કૃત્રિમતા વિના જીવનમાં જે રીતે બને છે તેવું વસ્તુનું નિરૂપણ કરતી ચેખોવની વાતપદ્ધતિ છે. મોપાસાંની પદ્ધતિના વાર્તાકારો વાર્તાના પ્રસંગો સુંદર રીતે ગોઠવે છે અને વાર્તાને સરસ રીતે વિકસાવી ચોક્કસ અંત તરફ લઈ જાય છે. એવી વાર્તાઓનો ધ્વનિ વાચક સહેલાઈથી સમજી શકે છે. એટલે એમાં ગેરસમજ થવાનો ભય રહેતો નથી. જો કે લેખક એમાં સભાનપણે બધા પ્રસંગો ગોઠવતો હોવાથી એવી વાર્તા કેટલેક અંશે કૃત્રિમ બની જાય છે એવો આક્ષેપ એ પદ્ધતિ વિશે કરવામાં આવે છે.
બીજી બાજુ, ચેખોવની વાર્તાપદ્ધતિ એક રીતે કહીએ તો કહેવાની વાતને મળતી આવે છે. એ વાતપદ્ધતિવાળો વાર્તાકાર પોતાના વાચકની સમજશક્તિમાં વધારે વિશ્વાસ ધરાવતો હોય છે. એમાં એક પછી એક સંભાળપૂર્વક ગોઠવાયેલા પ્રસંગો નહિ પણ જીવનના અસંબદ્ધ ટુકડાઓ જાણે કે આવીને ગોઠવાઈ જાય છે. આ પદ્ધતિમાં કૃત્રિમતાનો દોષ ભલે ન આવે પરંતુ એમાં મોટામાં મોટો ભય એ રહેલો છે કે વાર્તાકાર જો કાબેલ અને કુશળ ન હોય તો એવી વાર્તા શિથિલ અને રસહીન બની જવાની.
આમ, જેમ બીજી બધી કલાઓમાં, કલાકાર ભાવકને નજરમાં રાખીને જ પોતાની કૃતિનું સભાનપણે સર્જન કરતો હોય છે તેમ વાર્તાકાર પણ પોતાની વાર્તાનું સભાનપણે સર્જન કરતો હોય છે. એટલે વાર્તાકાર પોતાની વાર્તાના આદિ અને અંત પ્રત્યે પૂરતું ધ્યાન આપે એ ઈષ્ટ છે.
ટૂંકી વાર્તા જ ૩૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org