________________
પરસ્પર સંબંધો, ઈત્યાદિ વિગતો કોઈ પણ પ્રકારના આયાસ વિના સ્વાભાવિક રીતે પ્રવેશવાં જોઈએ, અને વાચક વિચારની ઝડપ સાથે તેમાં તણાવો જોઈએ.
ટૂંકી વાર્તાનું કલાસ્વરૂપ એટલું નાનું છે કે એની સંવિધાનકલા ઝીણવટભર્યું કૌશલ્ય માગી લે છે. કલાનું સ્વરૂપ જેમ વધારે નાનું તેમ તેનાં જુદાં જુદાં પાસાંઓ. પ્રત્યે કલાકારે વધારે લક્ષ આપવું જોઈએ. આથી ટૂંકી વાર્તાના આદિ અને અંત ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવે છે. ટૂંકી વાર્તાના કલાસ્વરૂપમાં પહેલી અને છેલ્લી છાપ મહત્ત્વનો ભાગ ભજવતી હોવાથી એના આદિ અને અંત પ્રત્યે વાર્તાકારે પૂરતું લક્ષ આપવું જરૂરી છે. કોઈ પણ વસ્તુની શરૂઆત જે અસર પાડી શકે છે તે વધુ ચિરંજીવ હોય છે અને તે અડધી સફળતા અપાવી દે છે. ટૂંકી વાર્તામાં શરૂઆત પરથી જ એનો ધ્વનિ પરખાઈ જાય છે. એટલે વાર્તાની શરૂઆત વાચકના મનનો કબજો લે એવી જોઈએ. એની સાથે જ વાચક વાર્તાના રસપ્રવાહમાં તણાય છે અને વાર્તા પૂરી કરે ત્યારે જ મૂકે છે.
જેમ વાચકના મન પર પડતી વાર્તાની પહેલી છાપ મહત્ત્વનો ભાગ ભજવે છે તેમ તેની છેલ્લી છાપ પણ એટલો જ અગત્યનો ભાગ ભજવતી હોય છે. વાર્તાની સફળતાનો ઘણોખરો આધાર એના પર જ હોય છે. ટૂંકી વાર્તાના અંતની છાપ વાચકને વિચાર કરતો કરી મૂકે એવી સચોટ, ધ્વનિયુક્ત, રસદાયી અને અસરકારક હોવી જોઈએ. ટૂંકી વાર્તા પોતાની અસાધારણ વેધકશક્તિ વડે વાચનને અંતે આપણા ચિત્તને વિચારવમળમાં મૂકી દે છે. વાર્તાને અંતે હંમેશાં આશ્ચર્યયુક્ત રહસ્યસ્ફોટન થવું જ જોઈએ એવું નથી. વાર્તાનો અંત અગાઉથી વાચકોના મનમાં ફુરે એવો હોય તોપણ રસની ખરી જમાવટ તો ક્રમે ક્રમે વાર્તાના વસ્તુને લેખક અસરકારક અંત તરફ લઈ જાય એમાં છે, કારણ કે આખીયે વાર્તાના વિકાસ પર એની અસર રહેલી હોય છે.
આથી જ ટૂંકી વાર્તાની વસ્તુસંકલના માટે કેટલીક વાર લેખકને વાર્તાના બીજે છેડેથી વિચાર કરવો ઠીક થઈ પડે છે, કારણ કે વાર્તાનો અંત લેખકના સતત ધ્યાનમાં હોવાથી દરેક પરિસ્થિતિએ પ્રસંગોમાં અને વાતાવરણમાં સૂચનો મૂકીને સંકલનામાં ખૂબી લાવી શકાય છે. એડગર એલન પો કહે છે : “Nothing is more clear than that every plot worth the name must be elaborated to its denouement before anything be attempted.”
વાર્તાના અંતનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એક પ્રશ્ન એ ઉભવે છે કે સુંદર અને સંપૂર્ણ (perfect) એવી એક જ વાર્તાનો અંત એક કરતાં વધારે પ્રકારનો હોઈ શકે ખરો ? એટલે કે એક સુંદર અને સફળ ટૂંકી વાર્તાનો અંત જે
ટૂંકી વાર્તા ૩૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org