________________
-
બને ત્યાં સુધી એક જ પ્રસંગ અને એક જ પાત્રને પ્રાધાન્ય અપાવું જોઈએ. વાર્તામાં બનાવો કેટલા આવે અને કેટલા નહિ એ માટે ઔચિત્ય સિવાય કોઈ ખાસ નિયમ ન હોઈ શકે, પરંતુ વાર્તાના મધ્યબિંદુ - Climax તરફ ચિત્તને દોરી જવા માટે ઓછામાં ઓછા જરૂ૨ના હોય તેટલા બનાવો આવવા જોઈએ. એથી વધારે પ્રમાણમાં આવતા બનાવો વસ્તુગ્રથનમાં સંકુલતા આણે અને એના વેગને શિથિલ બનાવે. કોઈ બનાવ કે પ્રસંગ સુંદર હોય, કહેવા જેવો હોય, છતાં જો એ વાર્તાના મુખ્ય વસ્તુને પુષ્ટ કરવામાં અનિવાર્ય ન હોય તો એ પ્રસંગ ત્યજવો જોઈએ. અમેરિકન વિવેચક Esenwcin કહે છે : “A plot is of highest excellence when no one of its component parts shall be susceptible of removal without detriment to the whole."
એટલે ટૂંકી વાર્તામાં પ્રયોજન વિનાનો બનાવો આવે તો કથન વ્યસ્ત થઈ જવાનો અને ધારેલી અસર મોળી બની જવાનો ભય રહે. કુશળ વાર્તાકાર તો એકે એક બનાવને એવી રીતે ગોઠવતો હોય છે કે તેનો સીધો કે આડકતરો સંબંધ વાર્તાના મધ્યબિંદુ સાથે હોય.
ટૂંકી વાર્તાના સર્જન માટે પોતાના આદર્શ તરીકે યુક્લિડની ભૂમિતિને સ્વીકારનાર રોબર્ટ બાર નામનો એક આંગ્લ લેખક લખે છે :
"My model is Euclid, whose justly celebrated book of short stories 'The Elements of Geometry' will live when most of us who are scribing to-day are forgotten. Euclid lays down his plot, sets instantly to work at its development, letting no incident creep in that does not bear relation to the climax, using no unnecessary word, always keeping his one end in view, and the moment he reaches the culmination he stops."
વાર્તાના વસ્તુની સંકલના સંક્ષિપ્ત, સમપ્રમાણ અને સુગ્રથિત હોવી જોઈએ. વાર્તાની ક્રિયાનો વેગ પણ, વિષયાંતર વિના, એકસરખી સતત ઝડપથી વસ્તુને ટોચ ૫૨ લઈ જતો હોવો જોઈએ. અસરકારક અંત લાવવા માટે દરેક પરિસ્થિતિએ રસની જમાવટ ગાઢ બનતી જવી જોઈએ. ટૂંકી વાર્તામાં શક્ય હોય તેટલે અંશે સમય, સ્થલ અને ક્રિયાની એકતા – unity – જળવાવી જોઈએ. વસ્તુસંકલનામાં સરળતા, સરસતા, સંવાદિતા, સુશ્લિષ્ટતા, સંક્ષિપ્તતા અને સૂચન કે ધ્વનિ સાથે એક જ હેતુ કે અર્થનું પ્રાધાન્ય હોવું જોઈએ. આખીયે વાર્તાની સમગ્ર છાપ વાચકના મન પર એકસરખી ઊઠવી જોઈએ. વાર્તામાં સમય, સ્થળ, પ્રસંગો, પાત્રો અને તેઓના
૩૩૨ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org