________________
મુખ્ય પાત્રના આખા જીવનને અથવા તો જીવનના અમુક ભાગને વિસ્તારથી નિરૂપતી નવલકથામાં સામાજિક, રાજકીય અને વ્યક્તિગત એવા અનેક પ્રવાહો અને પરિવર્તનો સ્થાન લઈ શકે છે. એક વ્યક્તિમાં કામ કરતાં ભિન્નભિન્ન બળોનાં આઘાત-પ્રત્યાઘાતોએ જન્માવેલાં પરિવર્તનો અને પાત્રોના પરસ્પર આઘાતપ્રત્યાઘાતોમાંથી જન્મતા વિવિધ પ્રસંગોથી ભરેલો આખો જીવનપ્રવાહ નવલકથાકા૨ની આલેખન-સામગ્રીમાં આવી શકે છે. નવલકથાકાર જીવનનાં વિવિધ પાસાં ખીલવી શકે છે; જુદા જુદા દૃષ્ટિકોણથી જીવનના સળગતા પ્રશ્નો રજૂ કરે છે; અને એમાં વાસ્તવ, ભાવના અને આદર્શના અવનવા રંગો પૂરી એક આખી મનોરમ કલ્પનાસૃષ્ટિનું નિર્માણ કરે છે.
નવલકથા જ્યારે સંપૂર્ણ લાગે છે, ત્યારે નવલિકા એ ફક્ત એના એક ખંડ જેવી લાગે છે. એના મર્યાદિત ક્ષેત્રમાં સમગ્ર જીવનને આલેખવાનો અવકાશ જ નથી. એ તો વહી જતા જીવનનો માત્ર સ્નેપશોટ છે. નવલિકા એ એક પાત્રના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવી જતી કોઈ એક વિશિષ્ટ ઘટના, અને એમાંથી ઉદ્ભવતી પ્રબળ લાગણીઓ આસપાસ પોતાનું કલેવ૨ ૨ચે છે. એટલે રહસ્યપૂર્ણ મહત્ત્વની આવી એક ઘટના અને તેમાં ગૂંથાયેલાં પાત્રો તથા પ્રસંગો ટૂંકી વાર્તાનું ‘એકમ’ બની રહે છે. ટૂંકી વાર્તાનો કલાકાર સમગ્ર જીવનને આવરી શકતો ન હોવાથી પોતાના કથાવસ્તુની યોગ્ય દૃષ્ટિકોણથી પસંદગી કરે છે, અને તેમાંથી પણ કઈ કઈ વિગતો ગ્રહણ ક૨વા જેવી છે અને કઈ કઈ વિગતો વાર્તાના મધ્યબિંદુને પરિપુષ્ટ કરવામાં ઉપયોગી ન હોવાથી છોડી દેવા જેવી છે તે ખાસ ખ્યાલમાં રાખી, જીવનના આવા નાનકડા એકમમાં છુપાયેલા અવનવા રહસ્યને એક જ સબળ અને સચોટ છાપ દ્વારા અભિવ્યક્ત કરવાનું કાર્ય કરે છે. નવલકથા સંપૂર્ણ લાગતી હોવાથી એના વાચનને અંતે આપણે સંતોષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ, જ્યારે નવલિકા એના વાચનને અંતે આપણા ચિત્તતંત્રને ગતિશીલ બનાવી દે છે. એલ્વિન આલ્બાઇટ કહે છે : “The short story-writer can never, like the novel, give us the whole life; it can only aim to present, in a vigorous, compressed, suggstive way, a simplification and idealization of a particular part or phase of life."
નવલકથાકાર પાસે વિસ્તૃત ફલક હોવાથી એમાં આખી પાત્રસૃષ્ટિ અગત્યનો ભાગ ભજવે છે. નવલકથાકાર પાત્રોનો જીવનવિકાસ આલેખે છે, એટલું જ નહિ પણ નાનાં ગૌણ પાત્રોને પણ સારું સ્થાન આપી શકે છે. વિવિધ રંગોથી ભરેલી નવલકથાની વિશાળ ભૂમિકામાં નાનાં-મોટાં અનેક પાત્રો અનેકાનેક પ્રસંગોમાંથી
ટૂંકી વાર્તા * ૩૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org