________________
પસાર થાય છે. પણ ટૂંકી વાર્તામાં તો અસાધારણ એવા એક મુખ્ય પાત્રના જીવનમાં આવતા કટોકટીના, મંથનના, વાંકવળાંકના અથવા તો પાત્રના સમગ્ર દૃષ્ટિબિંદુને ફેરવી નાખે એવા પ્રસંગોનું સંક્ષેપમાં નાટ્યાત્મક રીતે આલેખન કરવામાં આવે છે. એટલે નવલિકામાં પાત્રોનો વિકાસ, નવલકથામાં થાય છે તેમ, ધીરી ગતિથી ન થઈ શકે, તેમજ ગૌણ પાત્રોને પણ એટલું મહત્ત્વનું સ્થાન ન મળી શકે.
નવલકથામાં વસ્તુનો પથરાટ હોય છે. લેખક એમાં આવતાં પાત્રો અને પ્રસંગોનું સવિસ્તર વર્ણન કરી શકે છે, આડકથાઓ આલેખી શકે છે, પ્રકૃતિનાં ચિત્રાત્મક નિરૂપણો વડે સુંદર વાતાવરણો ઠેર ઠેર ખડાં કરી શકે છે, પાત્રો વચ્ચેની સામાન્ય વાતચીતો, આઘાત-પ્રત્યાઘાતો અને જીવનની હળવી બાજુ પણ વારંવાર આલેખી શકે છે. એમાંથી ઉદ્ભવતા પ્રશ્નોની માનસશાસ્ત્રીય છણાવટ કરી શકે છે અને જીવન વિશે સુંદર મીમાંસા પણ કરી શકે છે. ટૂંકી વાર્તામાં કથનનો ક્રિયાગ સતત અને ઝડપી હોવો જોઈએ, સ્થળ અને સમય તથા દૃષ્ટિકોણ સામાન્યતઃ એક જ રહેવાં જોઈએ, અને પ્રસંગો પરસ્પર ગૂંથાયેલા રહેવા જોઈએ. એમાં આડકથા કે બિનજરૂરી ઉપપ્રસંગો કે બીજા કોઈ પણ પ્રકારના વિષયાંતરને સ્થાન મળતું નથી, કારણ કે એની કલાને બહુ વિસ્તાર પાલવે નહિ.
નવલકથા અને ટૂંકી વાર્તા વચ્ચેના આ બધા તફાવતોની પાછળ રહેલો એક મુખ્ય તફાવત એ “એકતાની છાપ' [Unity of impression અથવા પો (Poe) જેને Effect of totality કહે છે તેનો છે. આ એકતાની સ્પષ્ટ અને સંપૂર્ણ છાપ એ ટૂંકી વાતનું ખાસ લક્ષણ છે. એનું એક કારણ એ છે કે નવલકથાનું મંડાણ એક જ મૂળભૂત વિચાર પર નથી થયું હોતું, જ્યારે ટૂંકી વાર્તા માટે તો આવો કોઈ એક મૂળભૂત વિચાર અનિવાર્ય જ છે. વળી, નવલિકા એક જ બેઠકે વાંચી શકાય છે અને એથી વાચકના મન પર એની એકસરખી સંપૂર્ણ છાપ પડી શકે છે, જ્યારે નવલકથાનું એક જ બેઠકે સતત વાચન અઘરું છે. એથી એના પૂરેપૂરા વાચનમાં વચ્ચે વિક્ષેપ પડ્યા વિના રહેતો નથી. એટલે થોડેવત્તે અંશે એની એકતાની છાપ પર અસર પહોંચ્યા વિના રહેતી નથી. માટે જ ટૂંકી વાર્તા અને નવલકથા વચ્ચેનો આ ભેદ મહત્ત્વનો ગણાય છે.
વસ્તુ વિના કોઈ પણ વાર્તા સંભવી શકે નહિ, વસ્તુ એ કોઈ પણ વાર્તાનું અનિવાર્ય અંગ છે, પછી ભલે એ ઓછું હોય કે વધુ હોય, વાસ્તવિક હોય કે કાલ્પનિક હોય, વર્તમાનકાળને લગતું હોય કે ભૂત અથવા ભવિષ્યકાળને લગતું હોય, જીવનના મહાનમાં મહાન પ્રશ્નોને સ્પર્શતું હોય કે નાનામાં નાના પ્રશ્નોને, વસ્તુની પસંદગી પર વાતનો સફળતાનો ઘણો આધાર રહે છે. વસ્તુની પસંદગી માટે વાર્તાકાર પાસે
૩૩૦ જ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org