________________
ઘણાખરા પાશ્ચાત્ય નવલિકાકારોએ હૉથોર્ન, મોપાસાં, બાલ્ઝાક, મેરીમી, સ્ટિવન્સન, બેરી, કિપ્લિંગ વગેરેએ પોતાની અગાઉ થઈ ગયેલા નવલકથાકારોમાંથી જ નવલિકા લખવાની પ્રેરણા મેળવેલી અને નવલિકાસર્જનનું પ્રથમ પગથિયું વટાવ્યા પછી તેઓ નવલકથા લખવા તરફ વળ્યા હતા. આપણે ત્યાં પણ મુનશી, ધૂમકેતુ, ૨. વ. દેસાઈ, મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ચુનીલાલ વર્ધમાન શાહ, પન્નાલાલ, પેટલીક૨, મડિયા વગેરે કેટલાયે લેખકોએ નવલિકા તેમજ નવલકથા બંનેનું સર્જન કરેલું જોઈ શકાય છે.
સાહિત્યનાં નાનાંમોટાં બધાં સ્વરૂપોમાં પરસ્પર વધારેમાં વધારે મળતાં આવે એવાં બે સ્વરૂપો તે નવલિકા અને નવલકથા છે. એ બંને વચ્ચે એટલું બધું સામ્ય છે કે પ્રથમ દૃષ્ટિએ માત્ર વિસ્તાર સિવાય બીજો કોઈ તફાવત એમાં જણાય નહિ, કથાવસ્તુ ૫૨ જ મંડાયેલી એ બંને કલાઓ છે. કથાના પ્રાણભૂત તત્ત્વ વિના નવલિકા કે નવલકથા સંભવી શકતી નથી. કથાનું તત્ત્વ એ આ બંને સ્વરૂપો વચ્ચેનો, તેમજ એ એ સ્વરૂપની જુદી જુદી કૃતિઓ વચ્ચેનું greatest common factor છે. નવલકથા અને નલિકા એ બંનેના દેહ કથાતત્ત્વ, પ્રસંગો, પાત્રો વગેરેથી ઘડાય છે, અને બંને જીવનના કોઈક રહસ્યને સ્ફુટ કરવા પ્રયત્ન કરે છે. આમ આ બંને સ્વરૂપોનાં મુખ્ય તત્ત્વો વચ્ચે કેટલેક અંશે સરખામણું જોવા મળે છે. એટલે પહેલી નજરે એ બંને વચ્ચે ભેદ માત્ર વિસ્તારનો લાગે છે, અને એ ભેદ મહત્ત્વનો પણ છે. પરંતુ એનો અર્થ એ નથી કે નવલકથા એ લંબાવેલી નવલિકા છે, અથવા તો નવલિકા એ સારરૂપે ટૂંકામાં કહેવામાં આવેલી નવલકથા છે, કારણ કે આ બંને સ્વરૂપોનાં મુખ્ય મુખ્ય તત્ત્વોની સરખામણીમાં ઊંડા ઊતરતાં જણાશે કે નવલિકા એ નવલિકા છે અને નવલકથા એ નવલકથા જ છે. બંનેનાં સ્વરૂપો ભિન્ન ભિન્ન છે. નવલિકા જેમ જેમ પોતાનું ચોક્કસ, સ્વતંત્ર અને સ્વયંપર્યાપ્ત કલાસ્વરૂપ પ્રાપ્ત કરતી ગઈ છે તેમ તેમ નવલકથાથી એનું સ્વરૂપ વધુ ને વધુ સ્પષ્ટપણે જુદું પડતું આવ્યું છે. બંનેનાં કલાક્ષેત્રો જુદાં હોવાથી એક સુંદર નવલકથાનું સ્થાન એક સુંદર નવલિકા લઈ શકે એમ નથી. એટલે, ટૂંકી વાર્તા એ અત્યારના ધાંધલિયા જમાનામાં ઉતાવળિયા સ્વભાવને અનુકૂળ આવતું સર્જન હોવાથી, તેમ જ સામયિકોમાં એને મળેલા માનભર્યા સ્થાનને કારણે એ વધુ ને વધુ લોકપ્રિય થઈ ગઈ છે, અને એથી એ નવલકથાનું સ્થાન ખૂંચવી લેશે અથવા તો ટૂંકી વાર્તામાં લોકોનો વધતો જતો રસ નવલકથાના વાચનરસમાં ઘટાડો કરશે એવો ભય રાખવો અસ્થાને છે.
નવલકથાકાર પાસે આલેખન માટે લાંબો વિસ્તરેલો જીવનપટ છે, જ્યારે નવલિકા જીવનના એક પ્રસંગને અથવા તો એક ખંડને કે અંશને આલેખે છે. એક
૩૨૮ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org