________________
અથવા તો કોઈની મૂર્ખતા કે ચાતુર્ય બતાવી કેવળ મનોરંજન આપવા, અથવા તો કોઈક બનાવની વિશિષ્ટતા કે ચમત્કારિકતા બતાવવા ટુચકો કહેવામાં આવે છે.
ટૂંકી વાર્તા અને ટુચકો એ બંનેમાં ઘટનાનું તત્ત્વ રહેલું હોય છે. બંને બને તેટલાં ટૂંકાં હોવાં જોઈએ. ટૂંકી વાર્તામાં, ટુચકાની જેમ, બનાવ હોવો જોઈએ. પરંતુ વાતમાં એક કરતાં વધારે બનાવો આવી શકે, જ્યારે ટુચકામાં તો સામાન્ય રીતે એક જ બનાવ હોવો જોઈએ. લાઘવમાં જ ટુચકાની વિશિષ્ટતા રહેલી છે. જ્યારે વાર્તામાં બનાવ કે પ્રસંગ કલાત્મક રીતે આલેખાવો જોઈએ. ટુચકો સાચો હોય તોપણ ચાલે, જોકે ઘણાખરા કલ્પિત હોય છે. ટૂંકી વાર્તામાં બનેલો બનાવ વર્ણવવાનો હોય તોપણ તેમાં કલ્પિત અંશ ભળવો જ જોઈએ. કેવળ બનેલી હકીકત પૂર્ણ વફાદારીથી ગમે તેટલી મનોહર શૈલીમાં કહેલી હોય તોપણ તે સુંદર વાત ન બની શકે. કેટલીક વાર ટુચકાનું રહસ્ય જ એ હોય છે કે તેવો બનાવ અસંભવિત લાગવા છતાં બન્યો. હોય છે. જ્યારે વાર્તામાં એવા અસંભવિત બનાવો ખાસ પ્રયોજન વિના ત્યાજ્ય ગણાવા જોઈએ.
ટૂંકી વાર્તાનો કલાત્મક દેહ ભલે આ છેલ્લી સદીમાં ઘડાયો, પરંતુ તેનો જન્મ તો નવલકથા કરતાંયે જૂનો છે. એ સમયે ટૂંકી વાર્તા અવિકસિત દશામાં હતી. આજની નવલકથાનાં મૂળ જોવા જઈએ તો તે સદીઓ પહેલાંની વાર્તામાં જ મળી આવશે. પરંતુ નવલકથાએ પોતાનો કલાદેહ વિકસાવ્યો અને સુઘટિત બનાવ્યો તે દરમિયાન ટૂંકી વાર્તાનો કલાત્મક વિકાસ બહુ થયો નહિ. પરંતુ આ છેલ્લા સૈકામાં નવલકથાના કલાત્મક સ્વરૂપની અસર હેઠળ ટૂંકી વાર્તાને કલાત્મક દેહ પ્રાપ્ત થયો. સદીઓ પહેલાંની ટૂંકી વાર્તાઓ, નવલકથાના ઘડતરમાં જેમ ફાળો આપ્યો હતો તેમ આજની નવલિકાના કલાત્મક સ્વરૂપના ઘડતરમાં નવલકથાએ પણ ઠીક ઠીક ફળો આપ્યો છે. એટલે ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો નવલિકાના સ્વરૂપવિકાસમાં નવલકથાની પ્રબળ અસર પડી છે એ ખરું, પરંતુ આજની નવલિકાનું મૂળ નવલકથામાં રહેલું છે અથવા તો નવલિકાનો જન્મ નવલકથામાંથી થયો છે એમ માનવું સાચું નથી.
નવલિકા અને નવલકથા એ બંને એક જ કુટુંબનાં કલાસ્વરૂપો છે. બંને વચ્ચે સામ્ય ઘણું જોવામાં આવે છે અને ઘણી વાર એક જ લેખકનાં એ બંને સંતાનો હોય એમ પણ જોવા મળે છે. નવલકથા લખનારા કેટલાક લેખકોએ નવલિકાઓ પણ લખી છે એ આપણે વર્તમાન ગુજરાતી સાહિત્ય તેમજ ઈતર ભાષાઓનાં સાહિત્યમાં જોઈ શકીએ છીએ. આથી જ કેટલીક વાર નવલિકાને નવલકથાકારની કલાની ઉપપ્રાપ્તિ (by-product) તરીકે ઓળખાવવામાં આવે છે. ૧૯મી સદીના
ટૂંકી વાર્તા રે ૩૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org