________________
સાહિત્યનાં બધાં સ્વરૂપોમાં સૌથી વધારે પ્રાચીન અને સૌથી વધારે નૈસર્ગિક સ્વરૂપ તે વાર્તાનું જ છે. ઉપનિષદોની વાતો, હિતોપદેશ અને પંચતંત્રની વાતો, પશ્ચિમમાં ઈસપની વાતો કે ભગવાન મહાવીર, બુદ્ધ કે ક્રાઈસ્ટના ઉપદેશમાં આવતાં દૃગંતોમાં આધુનિક ટૂંકી વાર્તાનું બીજ જોઈ શકાય છે.
ટૂંકી વાતની ઉત્પત્તિ હાલના ધાંધલિયા જમાનાના ઉતાવળિયા સ્વભાવમાં શોધવામાં આવે છે. આગગાડી અને વિમાનના, આ speed and still more speedના જમાનામાં લાંબી વાર્તાઓ વાંચવા માટે લોકો પાસે સમય નથી, અને મનની એકાગ્રતા નથી, માટે ટૂંકી વાર્તાઓ લખાતી ગઈ અને ફલતી ગઈ એવો એક મત પ્રવર્તે છે. અલબત્ત, આજના “ઉતાવળ” અને “ધમાલના જમાનાની અસર વાર્તાસાહિત્ય પર નથી થઈ એમ નથી, પરંતુ ટૂંકી વાર્તાના ટૂંકાણ માટેનું એ એક જ કારણ નથી. ઉપદેશપ્રધાન નિબંધો ઓછા અને ઓછા લખાતા અને વંચાતા થયા અને ધીમે ધીમે તેનું સ્થાન ટૂંકી વાર્તાએ લીધું; તેમ જ વર્તમાનપત્રો અને સામયિકોમાં એને મહત્ત્વનું અને માનભર્યું સ્થાન મળ્યું એ પણ એક અગત્યનું કારણ છે. ફાજલ સમયમાં દૈનિકો અને સામયિકો વાંચીને લાખો લોકો આનંદ મેળવતા હોય છે. એ રીતે વાસ્તવિક જીવનને ભૂલી જઈ વાર્તાની કાલ્પનિક દુનિયામાં ઘડીક અવગાહન તેઓ કરી લેતા હોય છે. વળી, બીજી બાજુ જોઈએ તો આજે પણ લાંબી વાર્તાઓ કે નવલકથાઓ ઓછી લખાય છે અને ઓછી વંચાય છે એમ પણ નથી. નવલકથા એ પણ વાર્તાસાહિત્ય જ હોવાથી લોકપ્રિય તો છે જ. પરંતુ ટૂંકી વાર્તાની તાત્કાલિક વેધક અસર અને એનું ટૂંકાપણું એ આપણા આધુનિક માનસને વધારે અસર કરે એવું છે. એટલે નવલકથા કરતાં ટૂંકી વાર્તાની પસંદગી પાછળ તદ્દન જુદો જ સ્વભાવ રહેલો છે. - ટૂંકી વાર્તામાં ટૂંકાણ-સંક્ષિપ્તતા એ અગત્યની વસ્તુ છે. એક જ બેઠકે વાંચી શકાય એવી ટૂંકી વાર્તા હોવાને કારણે સંપૂર્ણ કાર્યવેગની એને માટે પ્રથમ આવશ્યકતા છે. ટૂંકી વાર્તામાં એક જ મુખ્ય બનાવનું – એક જ મુખ્ય પાત્રના જીવનની કટોકટીવાળા પ્રસંગનું આલેખન થવું જોઈએ. એટલે એક જ પ્રધાન વિચાર પર વાતનું વસ્તુ મંડાયેલું હોવું જોઈએ. કલ્પના, ઊર્મિ અને વ્યંજના અથવા ધ્વનિ વડે એ કલાકૃતિ વધારે ઊંચા પ્રકારની બને છે. માટે જ એને ધ્વનિપ્રધાન કલા' તરીકે પાશ્ચાત્ય સાહિત્યમાં ઘણું ઊંચું સ્થાન મળેલું છે.
વૃત્તાન્ત કે બનાવને પ્રધાન સ્થાને રાખીને આલેખાયેલાં વાતસ્વરૂપોમાં સૌથી નાનામાં નાનું સ્વરૂપ તે ટુચકો છે. કદની દૃષ્ટિએ ટૂંકી વાર્તા નવલકથા કરતાં ટુચકાની વધારે નજીક છે. વક્તવ્યને સ્કુટ કરવા, અથવા પ્રસંગને અનુરૂપ દષ્યત આપવા
૩૨૬ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org