________________
નિદર્શન છે.
સ્વજન, મિત્ર કે પૂજ્ય વ્યક્તિના મૃત્યુ પર લખાતી કરુણપ્રશસ્તિઓમાં એક વિશિષ્ટ પ્રકારની કરુણપ્રશસ્તિ લખાય છે જેને Pastoral Elegy – ગોપવિષયક કરણપ્રશસ્તિ કહેવામાં આવે છે. આ પ્રકારની કરુણપ્રશસ્તિમાં કવિ, કોઈ ગોપ કે ભરવાડ પોતાના વિદેહ મિત્ર માટે જે રીતે ઝૂરતો હોય તે રીતે, પોતાના સ્વજન કે મિત્ર માટે ઝૂરે છે. એવી કૃતિમાં કવિ વાતાવરણ પણ એ જ પ્રકારનું ખડું કરે છે અને પરિભાષા પણ ગોપની જ વાપરે છે. સિસિલીના સાહિત્યમાં આ જાતની ગોપવિષયક કરુણપ્રશસ્તિ સૌ પ્રથમ આપણને જોવા મળે છે. આપણા ગુજરાતી સાહિત્યમાં આવો પ્રકાર ખેડાયો નથી) અંગ્રેજી સાહિત્યમાં મિલ્ટનની ‘લિસિડાસ” અને મેથ્ય આર્નલ્ડની થિર્સિસ” આ પ્રકારની સુપ્રસિદ્ધ કરુણપ્રશસ્તિઓ છે.
અંગ્રેજી સાહિત્યમાં સ્વજન, મિત્ર કે કોઈક મહાન પૂજ્ય વ્યક્તિ માટે અંજલિરૂપે લખાતાં ચિંતનાત્મક કાવ્યોનો કરુણપ્રશસ્તિમાં સમાવેશ થઈ જાય છે. કેટલીક વાર કવિ તેમાં પોતાના વિદેહ પ્રિયજનનું જીવન, તેનાં સંસ્મરણો, પોતાની સાથેની તેની નિકટતા અને એ વિદેહ થતાં થયેલા તીવ્ર દુઃખની લાગણીઓને પ્રધાનપણે વર્ણવે છે, તો કેટલીક વાર અંગત ઊર્મિઓના આલેખન કરતાં એના મૃત્યુ પરથી સત્વર ઉદ્દભવતા પ્રશ્નોનો વિચાર કરવા તે લાગી જાય છે, કેટલીક વાર તે જીવનની ક્ષણભંગુરતા, ગતની નશ્વરતા, મૃત્યુની અનિવાર્યતા વગેરેના ગહન ચિંતનમાં ડૂબી જાય છે, તો કેટલીક વાર તે, ખાસ કરીને જ્યારે કોઈ સાહિત્યકાર મિત્ર પર કરુણપ્રશસ્તિ લખતો હોય ત્યારે, એના સાહિત્ય ઉપર ગુણદર્શી વિવેચનાત્મક પંક્તિઓ લખવા બેસી જાય છે.
આમ, કરુણપ્રશસ્તિનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે નક્કી થાય છે : (૧) કરુણપ્રશસ્તિ મરણનિમિત્તક, ઊર્મિજન્ય, કરુણરસપ્રધાન કાવ્યપ્રકાર છે, એમાં સ્વજન કે પ્રિયજનના મૃત્યુનો પ્રસંગ કવિ આલેખે છે. (૨) કવિ એવા પ્રિયજનના મૃત્યુથી અનુભવાતું દુઃખ પ્રથમ વર્ણવે છે. એની સાથેના પોતાના ભૂતકાળને સંભારીને પોતાની શોકની લાગણીને આવિષ્કાર આપે છે; એના દેહના, સ્વભાવના, ચારિત્ર્યના ભિન્નભિન્ન ગુણોની પ્રશંસા કરે છે, તેના ચાલ્યા જવાથી પોતાની અસહાય, કરણ સ્થિતિનો વિચાર કરે છે. (૩) પોતાનું દુઃખ શાંત થતાં કંઈક સ્વસ્થતા અનુભવે છે. શોકોમિનો ઊભરો શમતાંની સાથે, મિત્રની સાલતી ગેરહાજરીને લીધે મૃત્વ કેટલું વસમું છે. કેટલું અકળ અને અનિવાર્ય છે તેના વિચારે કવિ ચડ્યું જાય છે, અને (૪) જીવનમરણના ગહન તત્ત્વચિંતનને અંતે પોતે સાચું સમાધાન મેળવે છે. આ રીતે કરુણ રસના આરંભવાળું કાવ્ય છેવટે શાંત રસમાં પરિણમે છે.
કરુણપ્રશતિ જ ૩૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org