________________
હેમન્ડ નામના એક કવિએ ગ્રીક પદ્ધતિ પ્રમાણે એલેજીમાં પ્રેમનો વિષય આલેખવાનો સુંદર પ્રયાસ કર્યો, તોપણ એલેજીના વર્ગમાં એની કૃતિને વિવેચકોએ સ્થાન આપ્યું નહિ, એટલું જ નહિ પણ એને અનુસરનાર બીજો કોઈ કવિ નીકળ્યો નહિ અને અંગ્રેજી સાહિત્યમાં એ કૃતિનો બહુ ઝાઝો પ્રભાવ પણ પડ્યો નહિ.
એલેજીનો કાવ્યપ્રકાર ઈંગ્લાંડ ઉપરાંત ફ્રાન્સ, પોર્ટુગલ, ઈટલી, જર્મની વગેરે દેશોમાં પણ વિકસ્યો છે, પરંતુ તેનો વિકાસ અંગ્રેજી સાહિત્ય પ્રમાણે નહિ. મૂળ ગ્રીક પદ્ધતિ પ્રમાણે થયો છે. ગ્રીક સાહિત્યમાંથી અંગ્રેજી સાહિત્યમાં આ પ્રકાર આવતાં એને માટે વપરાતો શબ્દ Eley તો એનો એ જ રહ્યો છે, પરંતુ એના સ્વરૂપમાં પરિવર્તન થઈ ગયું. સમય જતાં અંગ્રેજી સાહિત્યમાં એલજી' શબ્દ કરુણ રસના વિશિષ્ટ પ્રકારના કાવ્ય માટે નિશ્ચિત બની ગયો છે.
અંગ્રેજી સાહિત્યમાં કરુણપ્રશસ્તિનાં લક્ષણો અને એના કદ વિશે બધા જ વિવેચકો એકમત નથી; તેમ છતાં સામાન્ય રીતે જે મત સ્વીકૃત થયો છે તે પ્રમાણે કરુણપ્રશસ્તિ એટલે સ્વજન, મિત્ર કે કોઈ પૂજ્ય કે માનનીય વ્યક્તિના મૃત્યુથી ઉદ્દભવતા શોકમાંથી અથવા તો ગતની ક્ષણભંગુરતાના વિચારોથી ઉદ્દભવેલી શોકમય લાગણીઓમાંથી જન્મતું કરુણરસપ્રધાન કાવ્ય. કરુણપ્રશસ્તિની સાદામાં સાદી વ્યાખ્યા આપતાં હડસન કહે છે :
"Elegy is a brief lyric of mourning or direct utterance of personal bereavement and sorrow.... પ્રસિદ્ધ આંગ્લ વિવેચક એડમંડ ગોસે કરુણપ્રશસ્તિનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે : “Elegy, a short poem of lamentation or regret called forth by the decease of a beloved or reverend person, or by a general sense of the pathos of mortality... Elegy should be mournful, meditative and short without being ejaculatory."
કરુણપ્રશસ્તિ અંગત શોકની ઊર્મિમાંથી ઉદ્દભવતો આત્મલક્ષી કાવ્યપ્રકાર છે. પ્રિયજનના શોકજનક મૃત્યુમાંથી જે ઉત્કટ સંવેદના જન્મે છે તેમાં જ કરુણપ્રશસ્તિનું મૂળ રહેલું છે, અને તે જ મુખ્યત્વે તેમાં વર્ણવવામાં આવે છે. જોકે કેટલીક વાર એમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિના અવસાનનો નામનિર્દેશ ન હોય; પરંતુ એક કબ્રસ્તાન કે એવી બીજી કોઈ વસ્તુ કે દૃશ્ય પરથી જીવન અને મૃત્યુ વિશે આલેખન કરવામાં આવ્યું હોય અને ભૂમિકારૂપે જનપદનું ચિત્ર દોરી જેમાં કરુણ વાતાવરણ જમાવવામાં આવ્યું હોય એવી કૃતિને પણ કરુણપ્રશસ્તિ તરીકે ઓળખાવવામાં આવે છે. કવિ થોમસ ગ્રેની પ્રખ્યાત કરુણપ્રશસ્તિ આનું સચોટ
૩૨૨ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org