________________
દેશભક્તિનું જ આલેખન છે. ત્યાર પછી લખાયેલી ગ્રીક એલેજીમાં શૌર્ય અને પુરુષાર્થ તથા પ્રેમ અને સ્ત્રીસન્માનનાં લક્ષણો જોવા મળે છે. ઉત્તરોત્તર વિષયવિકાસ થતાં તેમાં નગરો વચ્ચેનાં યુદ્ધો, નગરજનો માટે કાયદાકાનૂનો ભિન્નભિન્ન પ્રકારની લોકરુચિ, રીતરિવાજો, પ્રણાલિકાઓ અને તે માટેના લોકોના અભિપ્રાયો, જીવનને વધુમાં વધુ માણવા માટેના ખ્યાલો, ઉત્સવો અને આનંદો વગેરે પ્રકારના વિષયોની સાથે સાથે મૃત્યુ પામેલા માટે રુદન અને શોકનો વિષય પણ એલેજીમાં આલેખાવા લાગ્યો. એટલે કે વિષયવૈવિધ્ય સધાતાં મૃત્યુ અને કરુણ રસને પણ તેમાં સ્થાન
મળ્યું.
પ્રાચીન ગ્રીક સાહિત્યમાં એલજી એક છંદનું નામ હતું. છ ગણ (Hextametre)ની એક પંક્તિ અને પાંચ ગણ (Pentametre)ની બીજી પંક્તિ - એવી બે પંક્તિઓની એક કડી Elegiac કહેવાતી, અને આ વિશિષ્ટ માપમાં લખાતાં કાવ્યો Elegy અથવા Elegiac Stanzas કહેવાતાં. મૃત્યુમાંથી જન્મતા શોકગારનું લક્ષણ એલેજી માટે અનિવાર્ય નહોતું ગણાતું. એટલું જ નહિ પણ અત્યારે જેને આપણે એલજી કહી શકીએ એવી, થિયોક્રિટસ, બાયરન વગેરે કવિઓની રચના જેવી રચનાઓને એલેજિયાકના વિશિષ્ટ માપમાં ન લખાયેલી હોવાને લીધે, ગ્રીક સાહિત્યમાં Elegy તરીકે નહિ, પણ Idyal (આઈડિલ) તરીકે ઓળખાવવામાં આવતી.
અંગ્રેજી સાહિત્યમાં એલેજીનું સર્જન સોળમા શતકના અંતમાં થયું. સેન્સરની Daphnaida (ઈ.સ. ૧૫૫૨) નામની કાવ્યકૃતિ અંગ્રેજી સાહિત્યની સૌથી પહેલી કરુણપ્રશસ્તિ ગણાય છે. એમાં કવિએ મૃત્યુનો જ વિષય લીધો છે. સત્તરમા શતકમાં સ્પેન્સર પછી બીજા જે કેટલાક કવિઓએ એલજી લખી તેમાં પણ ઘણુંખરું મૃત્યુનો જ વિષય લેવામાં આવ્યો, અને પછી તો એ વિષય એલેજી માટેનો અનિવાર્ય વિષય બની ગયો. શૃંગાર કે વીરને બદલે કરુણ એનો મુખ્ય રસ બની ગયો. આ કાવ્યપ્રકારનો સૌથી વધુ વિકાસ અઢારમા શતકમાં થયો અને એ સમય દરમિયાન અંગ્રેજી સાહિત્યની કેટલીક ઉત્તમ કરુણપ્રશસ્તિઓનું સર્જન થયું. પ્રસિદ્ધ કવિ
can Lycidas, ll Elegy Wrttten in a Country Churchyard, શેલીની Adonais, ટેનિસનની In Memorium, રોબર્ટ બ્રાઉનિંગની La Saisiaz, મેથ્ય આર્નલ્ડની Thyrsis વગેરે ઉત્તમોત્તમ કરુણપ્રશસ્તિઓએ એ કાવ્યપ્રકારને અત્યંત સમૃદ્ધ બનાવ્યો. આમ, ગ્રીક અને લેટિન સાહિત્યમાં એલેજીનો જે રીતે તિબસ થયો હતો તેના કરતાં તદ્દન જુદી જ રીતે અંગ્રેજી સાહિત્યમાં તેનો વિકાસ થયો અને એનાં કેટલાંક લક્ષણો પણ સુનિશ્ચિત થઈ ગયાં, તે એટલી હદ સુધી કે જેમ્સ
કરુણપ્રશસ્તિ ક ૩૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org