________________
છે. આરંભમાં જ શ્રીરત્નપ્રભસૂરિએ લખ્યું છે :
कुवलयमालेव कथा कुवलयमालाह्यया कुवलयेऽस्मिन् । अर्थप्रपंचपरिमल-परिमिलिन्नाभिज्ञरोलम्बा ॥ दाक्षिण्यचिह्नमुनिपेन विनिर्मिता या प्राक् प्राकृताविबुधमानसराजहंसी ॥
तां संस्कृतेन वचसा रचयामि चम्पूं सद्यः प्रसद्य सुधियः प्रविलोकयन्तु ॥ કથાઓની સંકુલતાને કારણે કે ભાષાની કઠિનતાને કારણે કે શૃંગારરસના આલેખનને કારણે કે બીજા કોઈ પણ કારણે પ્રાકૃત “કુવલયમાલા'નો પ્રચાર પ્રાચીન સમયમાં થવો જોઈએ તેટલો થયેલો જણાતો નથી. સંસ્કૃત સંક્ષિપ્ત “કુવલયમાલાને કારણે પણ તેમ થયું હોય તો નવાઈ નહિ. પરંતુ સંસ્કૃત “કુવલયમાલા'નો પ્રચાર પણ અન્ય જેને કથાગ્રંથોની અપેક્ષાએ ખાસ બહુ થયો નથી. “સીમંધર શોભાતરંગમાં કામગજેન્દ્રની કથા નિરૂપવામાં આવી છે તે સિવાય “કુવલયમાલાની કથાઓ અન્ય કથાસંગ્રહોમાં લેવાઈ હોય અથવા તેના પર રાસકૃતિની રચના થઈ હોય એવું જોવા મળતું નથી.
પ્રાચીન કૃતિઓમાં ગ્રંથકર્તા કેટલીક વાર પોતાના નામનો ઉલ્લેખ સુધ્ધાં કરતા નથી. એ દૃષ્ટિએ શ્રીઉદ્યોતનસૂરિએ આ ગ્રંથને અંતે પોતે આપેલી પ્રશસ્તિમાં પોતાની ગુરુપરંપરા તથા કુલપરંપરાનો પરિચય આપ્યો છે અને કૃતિનાં રચનાસ્થળ તથા સમય વિશે પણ ચોક્કસાઈપૂર્વક નિર્દેશ કર્યો છે. શ્રીઉદ્યોતનસૂરિએ આ ગ્રંથમાં આપેલી એ બધી માહિતીથી કેટલાક પ્રશ્નોની બાબતમાં ઘણો સારો પ્રકાશ પડ્યો છે, પરંતુ શ્રીઉદ્યોતનસૂરિ વિશે એમના અન્ય કોઈ ગ્રંથ, શિષ્યપરિવાર કે કાળધર્મનાં સ્થળ-સમય વિશે પ્રાચીન ગ્રંથોમાંથી ખાસ કોઈ વિશેષ માહિતી હજી સુધી સાંપડી નથી.
શ્રીઉદ્યોતનસૂરિએ પોતે આપેલી માહિતી પ્રમાણે તેમના પ્રપિતાનું નામ પણ ઉદ્યતન હતું. તેઓ મહાદ્વાર નગરના ક્ષત્રિય રાજા હતા. તેઓ ત્રિકમભિરત હતા. + વર્તમાન સમયમાં રત્નપ્રભસૂરિની સંસ્કૃત ‘કુવલયમાલા'નું સંપાદન પૂ. પ્રવર્તક શ્રીકાંતિવિજયજીના શિષ્ય પૂ. શ્રી ચતુરવિજયજી મહારાજે ઈ. સ. ૧૯૧૬માં કર્યું હતું. એ સમયે પ્રાકૃત કુવલયમાલા” વિશે સંશોધન થવા લાગ્યું. એમાં સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ તથા મુનિશ્રી જિનવિજયજીએ મહત્ત્વનું કાર્ય કર્યું. પ્રાકૃત કુવલયમાલાની હાલ બે હસ્તપ્રત મળે છે. એક પૂનાના ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અને બીજી જેસલમેરના ભંડારની. એ બંને પ્રતોને આધારે ડૉ. આદિનાથ ઉપાધ્યાયે આ કૃતિનું શ્રમ અને ચીવટપૂર્વક સંપાદન તૈયાર કર્યું અને ૧૯૫૯માં તે ભારતીય વિદ્યાભવનની સિંધી જૈન ગ્રંથમાળામાં પ્રગટ થયું છે. આ લેખમાં ‘કુવલયમાલાની કંડિકાનો સંખ્યાંક જ્યાં આપ્યો છે તે આ ગ્રંથ પ્રમાણે છે.
કુવલયમાલા - ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org