________________
પ્રાકૃત ભાષાના અનેરા આભૂષણ જેવા લગભગ ૧૩000 શ્લોક પ્રમાણ ગ્રંથશિરોમણિ “કુવલયમાલાની રચના વિક્રમના નવમા સૈકામાં, વિ. સં. ૮૩૫માં શ્રી તત્ત્વાચાર્યના શિષ્ય શ્રી ઉદ્યોતનસૂરિએ કરી હતી. પરંતુ એક યા બીજા કારણે આ અપૂર્વ ગ્રંથનો અભ્યાસ અન્ય પ્રાચીન જૈન કથાગ્રંથોની સરખામણીમાં બહુ થયો હોય એમ જણાતું નથી. આ ગ્રંથની બહુ હસ્તપ્રતો તૈયાર થઈ હોય અથવા એના ઉપર કોઈ ટીકાની રચના થઈ હોય એવું પણ જોવા મળતું નથી. પરંતુ બીજી બાજુ આ ગ્રંથ તદ્દન અપરિચિત રહ્યો હશે એવું પણ નથી. વિક્રમના અગિયારમા-બારમા સૈકામાં નેમિચંદ્રસૂરિએ ‘આખ્યાનમણિકોશમાં ‘કુવલયમાલાની માયાદિત્યની કથાનો નિર્દેશ કર્યો છે અને આ પ્રદેવસૂરિએ તેના ઉપર રચેલી વૃત્તિમાં માયાદિત્યની કથા સંક્ષેપમાં આપી છે. આ કથા “કુવલયમાલા'ની કથાને આધારે આપવામાં આવી છે એમાં કંઈ સંશય નથી. એમાં કેટલીક પંક્તિઓ સીધેસીધી ‘કુવલયમાલામાંથી લીધેલી છે.*
કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યના ગુરુ શ્રીદેવચંદ્રસૂરિએ પોતાની કૃતિ સંતિનાહચરિયમાં ‘કુવલયમાલા'ના કર્તાની નીચે પ્રમાણે સ્તુતિ કરી છે :
दकिखण्णइंद(ध) सूरि णमामि वरवण्णभासिया सगुणा |
कुवलयमाला व्व महाकुवलयमाला कहा जस्स ॥ વિક્રમના ચૌદમા સૈકામાં પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવક ચરિત માં ‘કુવલયમાલાનો નિર્દેશ મહાકવિ સિદ્ધર્ષિના સંબંધમાં કર્યો છે. પ્રભાવકચરિત’ પ્રમાણે ઉદ્યોતનસૂરિ - અને સિદ્ધર્ષેિ બંને ગુરુબંધુઓ હતા અને ઉદ્યોતનસૂરિએ હરિભદ્રસૂરિની સમરાઈઐકહાની અને પોતાની “કુવલયમાલા'ની રચનાશક્તિ બતાવીને સિદ્ધર્ષિની ‘ઉપદેશમાલા બાલાવબોધિની ટીકાનો ઉપહાસ કર્યો. એટલે એના જવાબમાં સિદ્ધર્ષિએ ઉપમિતિભવપ્રપંચા' નામની રમ્ય મહાકથાની રચના કરી અને એથી એમને વ્યાખ્યાત'નું બિરુદ આપવામાં આવ્યું. પ્રભાવકચરિત'માં આપેલો આ પ્રસંગ માત્ર દંતકથા જ છે. તે પ્રસંગ સાચો નથી, કારણ કે ઉપમિતિ ભવપ્રપંચો કથાની રચના “કુવલયમાલા'ની રચના પછી ૧૨૭ વર્ષે થઈ છે. પરંતુ પ્રભાચંદ્રસૂરિના સમયમાં કુવલયમાલાની કથા જાણીતી હશે એમ આ દંતકથા પરથી જણાય છે.
વિક્રમના ચૌદમા સૈકામાં રત્નપ્રભસૂરિએ પ્રાકૃત કુવલયમાલા ઉપરથી સંસ્કૃતમાં લગભગ ચાર હજાર શ્લોક પ્રમાણે સંક્ષિપ્ત “કુવલયમાલા'ની રચના કરી
* જુઓ પ્રાકૃત ટેસ્ટ સોસાયટી તરફથી પ્રકાશિત થયેલ ‘આખ્યાન મણિકોશ' પૃ.૨૧૮થી ૨૨૫.
૨
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org