________________
કુવલયમાલા
ભારતીય સંસ્કૃતિએ એના સાચવેલા વારસામાં ભાષા અને સાહિત્યનો વારસો પણ ઘણો મોટો અને મહત્ત્વનો છે. વેદાદિ ગ્રંથોની અને રામાયણ મહાભારત વગેરેની સંસ્કૃત ભાષા તો સૌથી અગત્યની છે, પરંતુ આપણું એ મોટું સદ્ભાગ્ય છે કે અઢી હજાર વર્ષ પૂર્વે લોકોમાં બોલાતી પ્રાકૃત ભાષા પણ આપણી પાસે સચવાયેલી મળે છે, જે ભાષા-વિકાસના ઇતિહાસ ઉપર મહત્ત્વનો પ્રકાશ પાડે છે. લોકભાષા પ્રાકૃતનો આદર કરવાનું અને લોકોને તેઓ સમજી શકે એ માટે તેમની જ ભાષામાં ઉપદેશ આપવાનું કાર્ય ભગવાન મહાવીરે કર્યું અને પોતાના શિષ્યોને પણ તેમ કરવા જણાવ્યું. ભગવાન બુદ્ધ પણ ત્યાર પછી લોકભાષા પ્રાકૃતમાં ઉપદેશ આપ્યો. પરિણામે જૈન અને બૌદ્ધ ધર્મમાં આગમો અને ત્રિપિટકો ઉપરાંત પુષ્કળ સાહિત્ય પ્રાકૃત ભાષામાં મળે છે. પરંતુ સમય જતાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ ભારતમાં સાવ ઘટી ગયો, જ્યારે જૈન ધર્મની જીવંત પરંપરા આજ સુધી અખંડિત ચાલુ રહી. એથી અર્ધમાગધીના પ્રકારની પ્રાકૃત ભાષાના અભ્યાસ અને લેખનનું સાતત્ય જૈન સાધુઓ વગેરે દ્વારા ભારતમાં સતત જળવાઈ રહ્યું.
પ્રાકૃત ભાષામાં ધર્મગ્રંથોના પ્રકારનું તો પુષ્કળ સાહિત્ય લખાયું છે; પરંતુ કવિતા, વાત જેવા લલિત સાહિત્યનું પણ ઠીકઠીક સર્જન થયું છે. એવા ગ્રંથોની રચનામાં પાદલિપ્તાચાર્ય, હરિભદ્રસૂરિ, વિમલસૂરિ, ઉદ્યોતનસૂરિ, સિદ્ધર્ષિગણિ વગેરેએ મૂલ્યવાન ફાળો આપ્યો છે. પ્રાકૃત કથાઓના પ્રાચીન ગ્રંથોમાં બાણ ભટ્ટની કાદંબરી'ની તોલે આવે, “કાદંબરી'નો મુકાબલો કરી શકે, બલ્ક, કોઈ કોઈ બાબતમાં તો “કાદંબરી' કરતાં પણ અધિક ચડે એવી કૃતિ તે પ્રાકૃત મહાકથા ‘કુવલયમાલા'
કુવલયમાલા - ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org