________________
તેમના પુત્રનું નામ વટેશ્વર (વડેસર) હતું. વટેશ્વરના પુત્ર તે કવિ ઉદ્યોતન. એમણે તત્ત્વાચાર્ય પાસે દીક્ષા લઈ આચાર્યની પદવી મેળવી હતી. એમનું ઉપનામ દાક્ષિણ્યચિહ્નસૂરિ' હતું.
પોતાની ગુરુપરંપરા વિશે જણાવતાં શ્રીઉદ્યોતનસૂરિએ લખ્યું છે કે ઉત્તરાપથની ચંદ્રભાગા નદીના કિનારે આવેલી પર્વતિકા નગરીના શ્રી તોરમાણ રાજાના ગુરુ હરિગુપ્તસૂરિ થઈ ગયા. તેમના શિષ્ય દેવગુપ્ત મહાકવિ હતા. તેમના શિષ્ય શિવચંદ્રગણિ તીર્થયાત્રા કરતા કરતા ભિન્નમાલ(શ્રીમાલ)માં આવીને સ્થિર થયેલા. એમના શિષ્ય યક્ષદરગણિ હતા. તેમના છ સુપ્રસિદ્ધ શિષ્યો નાગ, વંદ, મમ્મટ, દુર્ગ, અગ્નિશર્મ અને વટેશ્વર હતા. એમાંથી વટેશ્વરાચાર્યના શિષ્ય તે તત્ત્વાચાર્ય અને તેમના શિષ્ય તે ઉદ્યોતનસૂરિ. તેઓ ચંદ્રકુલની પરંપરામાં થઈ ગયા. તેમણે સિદ્ધાન્તશાસ્ત્રનું અધ્યયન શ્રીવીરભદ્રાચાર્ય પાસે કર્યું હતું અને ન્યાયશાસ્ત્રનું અધ્યયન શ્રીહરિભદ્રસૂરિ પાસે કર્યું હતું.
| ગુજરાતમાં જાબાલિપુરમાં શ્રીવત્સરાજ નામનો રાજા જ્યારે રાજ્ય કરતો હતો ત્યારે ત્યાં વીરભદ્રાચાર્યે ઋષિભજિનેશ્વરનું એક ઊંચું ભવ્ય મંદિર કરાવ્યું હતું. એ મંદિરના ઉપાશ્રયમાં સ્થિર થઈને ઉદ્યોતનસૂરિએ આ ગ્રંથની રચના કરી હતી. તે સમયે શક સંવત ૭૦મો વિ. સં. ૮૩૫) ચાલતો હતો. શ્રીહરિભદ્રસૂરિ તથા શ્રી વીરભદ્રસૂરિ એમના પૂર્વકાલીન હતા.
ઉદ્યોતનસૂરિએ “કુવલયમાલા' ઉપરાંત બીજા કોઈ ગ્રંથની રચના કરી છે કે નહિ તે વિશે આપણને કશું જાણવા મળતું નથી. એમની કતિ તરીકે માત્ર કુવલયમાલાનો જ પ્રાચીન સમયથી ઉલ્લેખ થતો આવ્યો છે. શ્રી ઉદ્યોતનસૂરિએ આપણાં અંગોપાંગાદિ આગમશાસ્ત્રો ઉપરાંત વ્યાકરણ, ન્યાય, છંદ, કાવ્યાલંકાર, જ્યોતિષ વગેરે શાસ્ત્રોનો પણ સારો અભ્યાસ કર્યો હશે, એમ એમનો ગ્રંથ વાંચતાં જણાય છે. વળી, એમણે ગ્રંથારંભમાં પૂર્વકવિઓ છપ્પણય, પાદલિપ્તસૂરિ. શાતવાહન (હાલ), ગુણાઢ્ય, વ્યાસ, વાલ્મીકિ, બાણ, વિમલસૂરિ, દેવગુપ્ત, બંદિક, હરિવર્ષ, પ્રભંજન, જડિલ, રવિષેણ, હરિભદ્રસૂરિ વગેરેની સ્તુતિ કરી છે તથા ગૌરવશાલી ગ્રંથરચના વડે “અભિમાન', પરાક્રમ' અને “સાહસ' અંકવાળા કવિઓનું પણ સ્મરણ કર્યું છે. એ પરથી એ મહાકવિઓની કૃતિઓથી પોતે પરિચિત હોય એ સ્વાભાવિક છે. તદુપરાંત, સામુદ્રિકવિદ્યા, વૈદ્યક, અશ્વપરીક્ષા, ધાતુવાદ, ભાષાલક્ષણ વગેરે ઘણા ભિન્નભિન્ન વિષયોનો અભ્યાસ એમણે કર્યો હશે, એમ કુવલયમાલા' વાંચતાં જણાય છે.
ઉદ્યોતનસૂરિએ કુવલયમાલામાં એના રચના સમયનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે.
૪
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org