________________
તો દુનિયામાં બધાં જ કાવ્યોમાંથી ઉપદેશ તારવી શકશે. પરંતુ મેઘદૂત કે ત્રતુસંહાર' જેવાં કાવ્યોમાં ઉપદેશ શોધવા બેસવું કે ઉપદેશ ન મળે માટે એ કાવ્યો ઊતરતી કક્ષાનાં છે એમ કહેવું તે કોઈ પણ રીતે યોગ્ય નથી. ઉપદેશ આપવાનું કાવ્યનું ત્યાં પ્રયોજન જ નથી એમ કહેવું વધારે યોગ્ય છે.
જેમ દરેક કાવ્યમાં ઉપદેશ હોવો જ જોઈએ એમ માનનારો એક વર્ગ છે, તેમ કાવ્યમાં બિલકુલ ઉપદેશ આવવો જ ન જોઈએ એમ માનનારો બીજો એક વર્ગ છે. આ વર્ગ એમ કહે છે કે કાવ્ય માત્ર આનંદને ખાતર લખાય છે અને આનંદને ખાતર વંચાય છે. ઉપદેશની શુષ્ક વાતોથી કાવ્યના આનંદને હાનિ પહોંચે છે, માટે ઉપદેશનું તત્ત્વ કાવ્યમાં હોવું જ ન જોઈએ. જેમ પહેલો મત જેટલો ખોટો છે તેટલો જ ખોટો બીજો મત પણ છે. વસ્તુતઃ કાવ્યમાં ઉપદેશ હોવો જ જોઈએ એવો કોઈ આગ્રહ આપણે રાખી ન શકીએ. કાવ્યમાં ઉપદેશ આવે ખરો, અને ન પણ આવે. પરંતુ માત્ર ઉપદેશ આપવાના ઉદ્દેશથી જ્યારે કાવ્ય લખાતું હોય છે ત્યારે બહુ ઊંચી કક્ષાનું બનતું નથી.
કાવ્યનાં પ્રયોજનોની આપણા પૂર્વસૂરિઓએ કેટલી વિગતે અને કેટલી વિશદતાથી વિચારણા કરી છે ! એ બધાં પ્રયોજનોમાં કયાં મહત્ત્વનાં છે અને ક્યાં ગૌણ છે તેની પણ તેમણે યોગ્ય રીતે છણાવટ કરી છે અને આનંદના પ્રયોજનને સર્જકભાવક ઉભય પક્ષે સર્વોપરિ ગણાવીને કાવ્યચર્ચા વિશે મહત્ત્વનું દિશાસૂચન કર્યું છે. વર્તમાન યુગમાં કાવ્યનાં પ્રયોજનોની નવા સંદર્ભમાં નવી દષ્ટિએ વિચારણા અવશ્ય કરી શકાય, પરંતુ તે વખતે પણ આપણા પૂર્વસૂરિઓએ કરેલી વિચારણાને પ્રકારાન્ત પણ નવી પરિભાષામાં જ્યાં ઘટાવી શકાય એમ હોય ત્યાં તેનું વિસ્મરણ થયું ન ઘટે.
૩૧૮ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org