________________
૧૭
કરુણપ્રશસ્તિ
કરુણપ્રશસ્તિ (Elegy)નો વિશિષ્ટ કાવ્યપ્રકાર આપણે ત્યાં અંગ્રેજી સાહિત્યમાંથી અને અંગ્રેજી સાહિત્યમાં એ કાવ્યપ્રકાર મૂળ ગ્રીક સાહિત્યમાંથી આવ્યો છે. સ્વજનના મૃત્યુથી જન્મતી દુખની, વિશ્વક્રમમાં શ્રદ્ધાની અને એવી બીજી લાગણીઓ ગતની ભિન્નભિન્ન પ્રજામાં ભિન્નભિન્ન રીતે વ્યક્ત થતી આવી છે. કરુણપ્રશસ્તિ મુખ્યત્વે આવા પ્રકારની લાગણીઓને આવિષ્કાર આપતો કાવ્યપ્રકાર
કોઈનું અવસાન થતાં સ્ત્રીઓ પાસે રાજિયા કે મરશિયા ગવડાવવાની પ્રથા આપણે ત્યાં પ્રાચીન સમયથી ચાલી આવે છે. યુરોપમાં પણ એવી રીતે જૂના જમાનામાં હિબ્રૂ સ્ત્રીઓ મરણપ્રસંગે ડર્જ (Dirge) એટલે કે રાજિયા ગાતી. આવા રાજિયા ગાનાર અને ગવડાવનાર કેટલીક વ્યાવસાયિક સ્ત્રીઓ એ જમાનામાં જેમ આપણે ત્યાં હતી, તેમ યુરોપમાં પણ હતી. રાજિયા કે મરશિયામાં મરનાર વ્યક્તિની પ્રશંસા ગાવામાં આવતી. કેટલાક કવિઓ કોઈના પણ મરણ પ્રસંગે ગાઈ શકાય એવા ખાસ રાજિયા કે મરશિયા લખી પણ આપતા.
- સ્વજનનું અવસાન થતાં એક યા બીજી રીતે એની સ્મૃતિ જાળવી રાખવાની વૃત્તિ માણસોમાં સ્વાભાવિક રીતે રહેલી હોય છે. ઇજિપ્તની કે દક્ષિણ અમેરિકાની ઇન્કાની પ્રાચીન સંસ્કૃતિમાં તો શબને સાચવી રાખવાની મમીની) પદ્ધતિ અને પ્રણાલિકા હતી. મરનાર વ્યક્તિ માટે પોતાની લાગણી વ્યક્ત કરવા કબરો ઉપર, પાળિયા ઉપર, દહેરી, સમાધિ, છત્રી કે એવા કોઈ સ્મારક ઉપર ગદ્ય કે પદ્યમાં થોડીક પંક્તિઓ લખવાનો રિવાજ જમાના-જૂનો છે. એવી કેટલીક પદ્યપંક્તિઓ એમાં વ્યક્ત થયેલી હૃદયોર્મિની સચ્ચાઈ અને ઉત્કટતાને લીધે કવિતાની કોટિ સુધી પહોંચી
કરુણપ્રશસ્તિ ક ૩૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org