________________
જેવાં બની જાય છે. એથી એનું પાલન કેટલીક વાર લોકો પ્રેમથી નહિ, પણ ભયથી કરતા હોય છે. અવજ્ઞા કરવાથી કોઈક અનિષ્ટ આપત્તિ આવી પડશે એવી એમને ભીતિયુક્ત શ્રદ્ધા હોય છે.
ઇતિહાસ, પુરાણ વગેરે ગ્રંથો અર્થપ્રધાન છે. એ ગ્રંથો મિત્રની જેમ ઉપદેશ આપે છે. મિત્રનો ઉપદેશ આજ્ઞાના પ્રકારનો નહિ પણ સલાહના પ્રકારનો છે, જેમ
अहन्यहनि भूतानि प्रविशन्ति यमालयम्
शेषाः स्थिरत्वमिच्छन्ति किमाश्चर्यमत: परम् ॥ અર્થાત્ દિનપ્રતિદિન પ્રાણીઓ વમના આલયમાં પ્રવેશે અને છતાં બાકી રહેલા સ્થિરત્વ ઇચ્છે છે એ કેવી આશ્ચર્યની વાત છે ! આ ઉપદેશ મિત્રના જેવો છે. જેમ મિત્ર સમગ્ર પરિસ્થિતિની સવિસ્તર ચર્ચા કરીને યોગ્ય માર્ગદર્શન આપે છે, તેમ ઇતિહાસ, પુરાણ વગેરે અર્થપ્રધાન ગ્રંથો સલાહના સ્વરૂપમાં યોગ્ય માર્ગદર્શન આપે છે. પરંતુ મિત્રના ઉપદેશમાં નથી હોતું આજ્ઞાનું બળ કે નથી હોતી અસરકારક રોચકતા. એટલે એના ઉપદેશનું પાલન અનિવાર્ય નથી બનતું. કવિતા ત્રીજા પ્રકારનો કાન્તાસંમિત ઉપદેશ આપે છે. કાવ્ય વેધદિની જેમ શબ્દને કે ઇતિહાસ-પુરાણની જેમ અર્થને જ પ્રધાન સ્થાન ન આપતાં, એ બંનેને ગૌણ બનાવી, વ્યંજનાના વ્યાપારથી રસ નિષ્પન્ન કરીને ભાવકના ચિત્તને આનંદ આપતાં આપતાં પરોક્ષ રીતે ઉપદેશનું પણ સૂચન કરી દે છે. આ પ્રકારના ઉપદેશને મમ્મટ “કાન્તાસંમિત' એટલે પ્રિયતમાના ઉપદેશ તરીકે ઓળખાવે છે. પ્રિયતમા પોતાના પ્રિયતમને આજ્ઞા કરતી નથી, કે મિત્ર પ્રમાણે સલાહ આપતી નથી, પરંતુ પોતાના પ્રેમ વડે એનું ચિત્ત જીતી લઈ, મધુર સૂચન માત્રથી એની પાસેથી ધાર્યું કરાવી લે છે. જે ઉપદેશ આજ્ઞા કે અધિકારથી સધાતો નથી તે કેવળ કાન્તાની મિષ્ટ વાણીથી સધાય છે. કવિતા આવો જ ઉપદેશ આપે છે અને એ જ વધારે પરિણામકારક નીવડે છે. ઉ. ત. રામાયણ જેવા મહાકાવ્યમાંથી એક બાજુ રામનું વર્તન અને બીજી બાજુ રાવણનું વર્તન નિહાળીને, યોગ્યાયોગ્યતાનો વિચાર કરતાં, સ્વાભાવિક રીતે જ ભાવકના મનમાં સ્ફરતું હોય છે કે રામની જેમ વર્તવું જોઈએ, રાવણની જેમ નહિ રામાવિવત્ વર્તિતā ન વહિવતા આમ કાવ્યમાં ઉપદેશ આપવાની વિશિષ્ટ શક્તિ રહેલી છે.
પરંતુ આ ઉપરથી, બધાં જ કાવ્યોનો ઉદ્દેશ ઉપદેશ જ આપવાનો છે એમ માનવું ભૂલભરેલું છે. બધાં જ કાવ્યોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપદેશ હોવો જ જોઈએ એમ મમ્મટનું પણ કહેવું નથી. અલબત્ત, ગમે તેમ તાણીખેંચીને ઉપદેશ શોધનાર
કાવ્યપ્રયોજન - ૩૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org