________________
કાવ્યના વાચન દ્વારા મળતો આનંદ કેટલેક અંશે જુદા જુદા પ્રકારનો હોય. કાવ્યાનંદના અનુભવ વખતે સહૃદય ભાવકને જ્ઞાતા, શેય અને જ્ઞાનનું અર્થાત્ વાસ્તવિક જગતનું વિસ્મરણ થાય છે. જાણે સમાધિમાં હોય એવો એનો અનુભવ થાય છે. એ આનંદ અવર્ણનીય છે, અદ્ભુત છે. માટે મમ્મટ કહે છે : सकलप्रयोजनमौलिभूतं समनन्तरमेव रसास्वादनसमुद्भूतं विगलितवेद्यान्तरमानन्दम् । માટે જ આ આનંદને બ્રહ્માનંદસહોદર તરીકે ઓળખાવાયો છે. કવિની સૃષ્ટિ ફક્ત હમથી હોવાથી એમાં માત્ર સુખ અથવા આનંદનો જ અનુભવ થાય છે. વાસ્તવિક સૃષ્ટિમાં તો આપણને સુખ અને દુઃખ બંનેનો અનુભવ થાય છે. કવિની સૃષ્ટિમાં તો કરુણરસ પણ આનંદ આપે છે.
કાવ્ય અથવા કલાનો આનંદ જગતના સ્થૂલ, માદક પદાર્થોથી મળતા આનંદ કરતાં જુદા પ્રકારનો છે. બંનેમાં વાસ્તવિક જ્ઞતનું વિસ્મરણ થાય છે એ ખરું, પરંતુ જો બંનેના આનંદાનુભવનું પરિણામ જોઈશું તો જણાશે કે માદક પદાર્થો દ્વારા મળતો આનંદ હંમેશાં શારીરિક થાક, ગ્લાનિ, વિષાદ લાવે છે, જ્યારે કલાના આનંદના અનુભવથી ભાવકનું ઉરતંત્ર વધારે વિશુદ્ધ થાય છે.
જેમ વ્યવહારજ્ઞાનને કાવ્યના એક પ્રયોજન તરીકે મમ્મટે ગણાવ્યું છે, તેમ ઉપદેશને પણ એણે કાવ્યના પ્રયોજનમાં સ્થાન આપ્યું છે. આ પ્રયોજન કવિ કરતાં ભાવકને વિશેષ લાગુ પડે છે. કવિએ ઉપદેશ આપવો કે નહિ એ વિશે અહીં તેમ જ પશ્ચિમમાં ઘણી ચર્ચા ચાલી છે. કવિતા અને નીતિને કંઈ સંબંધ જ નથી એવું માનનારા કાવ્યમાં ઉપદેશને તો સ્થાન ક્યાંથી જ આપે ? અલબત્ત, કવિ જ્યાં એક માત્ર ઉપદેશ આપવાના હેતુથી કાવ્ય લખે છે ત્યાં તે કવિ કવિ મટીને ઉપદેશક બની જાય છે, એથી એની કાવ્યકલાને હાનિ પહોંચે છે. વળી, જો ભાવકને ઉપદેશ જ ગ્રહણ કરવો હોય તો પછી કાવ્ય જ વાંચવાની શી જરૂર છે ? ધર્મશાસ્ત્રો ન વાંચે કે જેમાંથી વધારે સીધો, સાચો અને પ્રમાણભૂત ઉપદેશ મળે? પરંતુ કવિ અને અન્ય ઉપદેશકો વચ્ચે જે તફાવત છે તે મમ્મટ બહુ સુંદર અને રસિક રીતે સ્પષ્ટ કરે છે. મમ્મટ કહે છે કે કવિતા પ્રિયતમાની માફક ઉપદેશ આપે છે.
શાસ્ત્રોમાં ઉપદેશ ત્રણ પ્રકારનો બતાવ્યો છે. પ્રભુસંમિત, સુહતુસંમિત અને કાન્તાસંમિત. શ્રુતિસ્મૃતિ વગેરે શબ્દપ્રધાન ગ્રંથોનાં વિધિવાક્યોનો ઉપદેશ પ્રભુ અથવા રાજા કે માલિકની જેમ આજ્ઞાના પ્રકારનો છે. આ આજ્ઞાનું કોઈ પણ જાતની શંકા ઉઠાવ્યા સિવાય, કે એના ઇનિષ્ટ, સત્યાસત્ય, લાભાલાભ કે યોગ્યાયોગ્યતાનો વિચાર કર્યા વિના પાલન કરવાનું હોય છે. “અગ્નિમાં હોમ કરવો’ કે હરઢ: સંધ્યામુપાત કે Thou shall not kill જેવાં ઉપદેશનાં વચનો આજ્ઞા
૩૧૬
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org