________________
અશુભ દૂર થઈ ગયાની જે વાતો સાંભળીએ છીએ તેમાં આજના વૈજ્ઞાનિક યુગના બુદ્ધિવાદી માણસોની શ્રદ્ધા બેસે તેમ નથી. આજના જમાનામાં પણ અશુભ દૂર કરવાના હેતુથી “શપ્તશતી' જેવાં સ્તોત્રોનું પઠન કરનારા, ચંડીપાઠ કે ગાયત્રીમંત્ર વડે વિબો કે અશુભ દૂર કરનારા, મહારાષ્ટ્રમાં “ગુરુચરિત્ર” કે “શનિમાહાભ્ય’ વાંચનારા, ટાઢિયો તાવ દૂર થાય એ માટે ગુજરાતમાં ‘ઓખાહરણ' વાંચનારા લોકો મળી આવશે. પરંતુ જ્યાં સુધી એ ઘટના વૈજ્ઞાનિક કસોટીમાંથી પસાર ન થઈ શકે ત્યાં સુધી એને સાહિત્યની ચર્ચાવિચારણામાં મહત્ત્વનું સ્થાન ન આપી શકાય. આપણા મધ્યકાલીન સાહિત્યમાં લગભગ દરેક આખ્યાનની આવી જ ફલશ્રુતિ વર્ણવવામાં આવતી. પરંતુ ત્યાં કવિનું પોતાનું પ્રયોજન એ નહોતું. જ્યારે સૂર્યશતક', ગંગાલહરી' વગેરે કાવ્યો લખતી વેળા તો કવિનું એ પ્રયોજન સ્પષ્ટ હતું એમ જોવા મળે છે. એ કાવ્ય લખવાથી માત્ર કવિના જ અશુભનું નિવારણ થયું છે એમ સાંભળીએ છીએ. “સૂર્યશતક' વાંચવાથી બીજા કોઈ વાચકનો કોઢ દૂર થઈ શક્યો નથી. અને ધારો કે “સૂર્યશતક' લખવાથી મયૂરનો કોઢ ખરેખર દૂર થયો, ગંગાલહરી' લખવાથી ગંગાનું પાણી ઊંચે આવ્યું, તોપણ ત્યાં અશુભનિવારણ માત્ર એક અકસ્માત છે, વધુમાં વધુ એક નિમિત્ત છે એમ કહી શકાય. સાહિત્યમાં પ્રવર્તતા એક નિયમ તરીકે એને ન સ્થાપી શકાય. આવા નૈમિત્તિક ઉપયોગને જો સ્થાન અપાય, તો પછી કાવ્ય વડે આકસ્મિક રીતે જે કંઈ સિદ્ધ થાય તેને કાવ્યપ્રયોજનમાં સ્થાન આપવું જ રહ્યું, વળી, અશુભનિવારણના હેતુથી લખાયેલી બધી કૃતિઓ મહાન તો નહિ પણ ઉત્તમ સાહિત્યમાં પણ સ્થાન પામી નથી. એટલે કાવ્યના એક પ્રેરક, પ્રવર્તક અને નિત્ય પ્રયોજન તરીકે શિવેતરક્ષતિને આપણે મહત્ત્વ આપી શકીએ નહિ.
તાત્કાલિક પરમ આનંદ આપવો એ કાવ્યનું સર્વોચ્ચ પ્રયોજન છે. આ પ્રયોજન કવિ તેમ જ ભાવક બંનેને લાગુ પડે છે. કવિ પોતે આનંદ મેળવવાના ઉદ્દેશથી કાવ્ય લખે છે અને કાવ્યથી ભાવકને પણ આનંદ મળે છે. આનંદનું પ્રયોજન તો દુનિયાનાં તમામ નાનાંમોટાં કાવ્યો માટે તમામ કવિઓને અને તમામ વાચકોને લાગુ પડે છે. બીજાં પ્રયોજનો જ્યારે કંઈક ગૌણ, અનિત્ય અને પ્રાસંગિક જેવાં લાગે છે, ત્યારે આનંદનું પ્રયોજન મુખ્ય, પ્રેરક અને પ્રવર્તક જણાય છે. માટે જ એને પ્રયોજનશિરોમણિ તરીકે મમ્મટ ઓળખાવે છે આપણા લગભગ બધા જ પ્રાચીન આલંકારિકોએ એક યા બીજા શબ્દમાં આ પ્રયોજનનો સ્વીકાર કર્યો છે. પૌરસ્ય તેમ જ પાશ્ચાત્ય, અર્વાચીન તેમ જ પ્રાચીન, બધા જ કાવ્યમીમાંસકો એ પ્રયોજન વિશે એકમત છે. સંભવ છે કે કવિને કાવ્યસર્જન દ્વારા મળતો આનંદ અને ભાવકને
કાવ્યપ્રયોજન - ૩૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org