SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ હોય એ સંભવિત છે. મમ્મટે મયૂર કવિનો દાખલો આપ્યો છે. મયૂર કવિને બાણની પત્નીએ શાપ આપ્યો એટલે કોઢનો રોગ થયો હતો. એ દૂર કરવાના પ્રયોજનથી એણે સૂર્યની સ્તુતિ કરતું ‘સૂર્યશત” નામનું કાવ્ય લખ્યું. એ કાવ્ય લખવાથી એનો કોઢનો રોગ દૂર થઈ ગયો; એટલે કે કાવ્ય વડે અશુભનું નિવારણ એ કરી શક્યો. આ એક દંતકથા છે. જૂના જમાનામાં કવિઓનાં જીવનચરિત્રો લખવાની પ્રથા નહોતી. એટલે કવિઓ માટે અનેક પ્રકા૨ની દંતકથાઓ પ્રચલિત બનતી. ભક્ત કવિઓનું તો આખું જીવન જ ચમત્કૃતિઓથી ભરેલું બની જતું. શિવાજીના સમયમાં વેંકટાધ્વરી નામના એક કવિએ ‘વિષ્ણુગુણાદર્શચમ્પૂ'માં ભગવાનની ખામીઓ બતાવી તેથી એ આંધળો થઈ ગયેલો, પરંતુ પાછળથી લક્ષ્મીની સ્તુતિ કરતું બીજું કાવ્ય લખવાથી એની આંખો સારી થઈ ગયેલી એવી દંતકથા છે. મયૂર કવિની જેમ જગન્નાથને પણ અશુભનવારણ કરવામાં કાવ્ય મદદરૂપ નીવડ્યું હતું. જગન્નાથે કોઈ યવનકન્યા સાથે લગ્ન કરેલું, ત્યારપછી ઘણે વખતે એ કાશીમાં આવ્યા ત્યારે કાશીના બ્રાહ્મણોએ એનો બહિષ્કાર કર્યો. તે સમયે ગંગાના ઘાટ પર બેસીને જગન્નાથે ‘ગંગાલહરી’ નામનું કાવ્ય લખવાનું શરૂ કર્યું. જેમ જેમ એક એક શ્લોક લખાતો ગયો તેમ તેમ ગંગાનું પાણી એક એક પગથિયું ઊંચે ચડતું ગયું. બાવનમો શ્લોક લખાયો ત્યારે એ પાણીએ જગન્નાથના ચરણનો સ્પર્શ કર્યો. જગન્નાથ પાવન થયા. આ ચમત્કારથી કાશીના બ્રાહ્મણોએ ફરી એમની સાથે વ્યવહાર ચાલુ કર્યો એવી દંતકથા છે. બિલ્હણ કવિ માટે પણ એમ કહેવાય છે કે કોઈક મોટા અપરાધ માટે એને ફાંસીની સજા થઈ. ત્યારે એણે રાજાને એક શૃંગા૨ ૨સપ્રધાન કાવ્ય લખીને સંભળાવ્યું. એ કાવ્યથી રાજા એટલો બધો ખુશ થઈ ગયો કે તુરત બિલ્હણને મુક્તિ આપી. જૈન સાધુ માનતુંગાચાર્યે પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે એમ પુરવાર કરવા માટે હર્ષરાજાએ એમના શરીરે બાંધેલી લોઢાની ચુંવાળીસ સાંકળો, ભક્તામરસ્તોત્ર' રચીને તોડી નાખી હતી. બાણ કવિએ ચંડીશતક' નામનું કાવ્ય લખીને પોતાનાં છિન્ન થઈ ગયેલાં અંગો સારાં કર્યાં હતાં. ગીતગોવિંદ’ લખવાથી કવિ જ્યદેવની મૃત પત્ની પદ્માવતી ફરી સજીવન થઈ હતી. સંત કવિ તુલસીદાસે પણ પોતાના હાથની પીડા દૂર કરવાના ઉદ્દેશથી ‘હનુમાન બાહુક' નામનું કાવ્ય રચ્યું હતું. એ રચવાથી એમની પીડા દૂર થઈ ગઈ હતી એમ એ પોતે લખે છે. આમ, અનિષ્ટનિવારણહેતુથી કવિએ કાવ્યરચના કરી હોય એવા કેટલાક સાચા અને કેટલાક કિવદંતીરૂપ દાખલાઓ સાહિત્યના ઇતિહાસમાં આપણને જોવા મળે છે. કવિએ ખરેખર એવા પ્રયોજનથી કાવ્યરચના કરી હોય એ સંભવિત છે. પરંતુ એથી એનું ૩૧૪ સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy