________________
તેવી જ રીતે વાલ્મીકિ, મિલ્ટન, દાંતે, શેક્સપિયર, કાલિદાસ, ભવભૂતિ, તુલસીદાસ વગેરે દુનિયાના મહાન કવિઓનાં કાવ્યોનું પરિશીલન કરવાથી મનુષ્યસ્વભાવ અને માનવહૃદયનું ઊંડામાં ઊંડું રહસ્ય જાણવા મળે છે. અંગ્રેજી સાહિત્યમાંથી ફક્ત શેક્સપિયરનાં નાટકો લઈએ તોપણ તેમાંથી જીવનના કેટકેટલા સંકુલ પ્રશ્નો વિશે આપણે જાણી શકીએ છીએ!To be or not to beના વિચારવમળમાં સપડાયેલા હેમ્લેટના મનની વ્યથા, સાધનની શુદ્ધિ વિના મહત્ત્વાકાંક્ષા પાછળ પડનાર મેકબેથનું અધ:પતન, પહેલાં પોતાના પ્રેમ વડે ડેડિમોનાને જીતી લઈ પછી એના જ પ્રત્યે શંકાશીલ બનનાર ઓથેલોની આત્મહત્યા, પૈસાને ખાતર પોતાની નીતિ વેચનાર મર્ચન્ટ ઓફ વેનિસના શાયલોકને થયેલી શિક્ષા – આમ કેટકેટલાં પાત્રોની આખી સૃષ્ટિ શેક્સપિયરે પોતાનાં નાટકોમાં ખડી કરી છે !
મનુષ્યનું જીવન એટલું બધું પરિમિત છે કે એક માણસને પોતાના જીવનમાં બધા જ પ્રકારના અનુભવો કરવાની તક મળતી નથી. આવા તરેહતરેહના અનુભવો કરવાનું એને માટે શક્ય પણ નથી. આમ, પોતાને ન થયેલા અનુભવોનું જ્ઞાન ભાવક કાવ્યમાંથી મેળવી લે છે, અને થયેલા અનુભવોને પણ કલાકૃતિ દ્વારા એ વધારે સારી અને સચોટ રીતે સમજી શકે છે. એટલે જ મેથ્ય આર્નલ્ડ કહે છે કે “કવિતા જીવનનું રહસ્યદર્શન છે'. કવિતાના પરિશીલનથી ભાવકને વ્યવહારનું જ્ઞાન મળે છે, એટલે કે એનું ચાતુર્ય કેળવાય છે એટલો જ એનો અર્થ નથી. જીવનનું પરમ રહસ્ય પિછાણવા માટે કલાકારની વિશિષ્ટ દૃષ્ટિ ભાવક મેળવે છે. વસ્તુના હાર્દ સુધી પહોંચવાની કલાકારની અલૌકિક સૂઝ એ પ્રાપ્ત કરે છે. એટલે જેની પાસે આવી પારગામી દૃષ્ટિ છે તે ગતના વ્યવહારનું સાચું જ્ઞાન મેળવી શકે છે.
મહાન કાવ્યોમાંથી આપણને વ્યવહારનું ઊંચામાં ઊંચું અને સાચું જ્ઞાન મળે છે એ ખરું, પરંતુ “ચાલો, આપણે હવે જ્ઞાન મેળવીએ એવી ઇચ્છાથી પ્રેરાઈને ભાગ્યે જ કોઈ વાચક કવિતા વાંચતો હશે. ભાવક કવિતા વાંચે છે પોતાના આનંદ માટે. તેવી જ રીતે “ચાલો આપણે હવે લોકોને જ્ઞાન આપીએ એવી ઈચ્છાથી પ્રેરાઈને ભાગ્યે જ કોઈ કવિ કાવ્ય લખવા પ્રવૃત્ત થતો હશે. એટલે વ્યવહારજ્ઞાન પ્રયોજન કરતાં પરિણામ તરીકે જ આપણને વધારે જોવા મળે છે.
પોતાને માથે આવી પડેલી કોઈ આપત્તિ દૂર કરવાના ઉદ્દેશથી પણ કવિ ક્યારેક કાવ્ય લખતો હોય છે. એટલે મમ્મટે કાવ્યપ્રયોજનોમાં શિવેતરક્ષતિ એટલે કે અશુભનિવારણને પણ સ્થાન આપ્યું. આ પ્રયોજનનો મમ્મટે જ પહેલી વાર ઉલ્લેખ કર્યો છે એમ નથી. મમ્મટ પહેલાં રુદ્રટે પણ અનર્થાન્તિને કાવ્યના એક પ્રયોજન તરીકે ગણાવ્યું છે. એટલે મમ્મટે કદાચ રુદ્રટને અનુસરીને આ પ્રયોજન ગણાવ્યું
કાવ્યપ્રયોજન - ૩૧૩
Jain Education International
For Private & Personal Use Only
'WWW.jainelibrary.org