________________
બાદશાહે એને એ રકમ જલદી આપી નહિ. અને આપી ત્યારે તો એનું અવસાન થઈ ચૂક્યું હતું. એટલે એની દીકરીએ એ બધી જ રકમ બાદશાહને પાછી મોકલાવી દીધી હતી એમ કહેવાય છે. ઇંગ્લેંડના પ્રસિદ્ધ નવલકથાકાર સ૨ વોલ્ટર સ્કૉર્ટે પોતાની ‘વેવર્લી નોવેલ્સ’ દેવું ચૂકવવા માટે લખી હતી એ હકીકત છે. શિવાજીના વખતમાં ભૂષણ કવિએ કવિતા દ્વારા સારું ધન મેળવ્યું હતું. હિંદી કવિ બિહારીને એના સુંદર દુહા માટે એક સુવર્ણમહોર બક્ષિસ આપવામાં આવી હતી. હિંદી કવિ કેશવદાસજીને તો એક રાજાએ એકવીસ ગામ બક્ષિસ તરીકે આપ્યાં હતાં, આપણા ગુજરાતમાં ‘કીર્તિ કૌમુદી' લખનાર સોમેશ્વર કવિને મંત્રી વસ્તુપાલનો આશ્રય મળ્યો હતો. ‘કાન્હડદેપ્રબંધ’ના કવિ પદ્મનાભને અખેરાજનો આશ્રય મળ્યો હતો. કવિ શામળને ‘રખિયલ સરખો રાજવી, ભોજ સમોવડ ભૂપ' મળી ગયો હતો. બીજા કેટલાયે કવિઓને રાજ્ય તરફથી વર્ષાસન મળતાં,
સાહિત્ય દ્વારા આર્થિક રીતે સમૃદ્ધ થનાર કવિઓ લેખકોનાં સંખ્યાબંધ ઉદાહરણો આપણે જોઈએ છીએ, તે છતાં વર્તમાન પરિસ્થિતિ જોતાં તો કહેવું જોઈએ કે આવાં ઉદાહરણો તો જૂજ જ, અને તે પણ અત્યંત પ્રતિભાશાળી સાહિત્યકારોનાં. મોટે ભાગે તો સાહિત્યકારને નિમિનામ્બવા એવી સરસ્વતી અને શ્રીના કુદરતી વૈમનસ્યનો કડવો અનુભવ જ થતો હોય છે. કવિતા લખીને કમાઈ જનારા કવિઓ કરતાં કવિતા લખીને ખુવાર થનારા કવિઓ જ સાહિત્યના ઇતિહાસમાં વધારે જોવા મળશે. નર્મદ જેવા કવિએ ને શેર જુવાર તો મળી રહેશે' એમ કહીને માત્ર સાહિત્યમાંથી જ પૈસા મેળવીને પોતાનું ગુજરાન ચલાવવા ‘કલમને ખોળે માથું મૂકી’ પ્રતિજ્ઞા લીધી, પરંતુ ચોવીસ વર્ષે એ પ્રતિજ્ઞાનો ભંગ કરવાનો એને માટે વખત આવ્યો. કવિ બોટાદકરની આર્થિક સ્થિતિ પણ એટલી જ ખરાબ હતી.
એટલે આ પ્રયોજન વિશે એમ કહી શકાય કે બધા જ કવિઓને, પોતે એવો ઉદ્દેશ રાખીને કાવ્યસર્જન કરે તોપણ, અર્થપ્રાપ્તિ થતી નથી. તેમજ જે જે કવિઓએ કાવ્યો લખ્યાં તે બધાએ જ અર્થપ્રાપ્તિની અપેક્ષાથી જ લખેલાં એમ પણ ન કહી શકાય. સાધુસંત કવિઓ તો પૈસાનો વિચાર પણ ન કરે. એટલું જ નહિ, પણ કોક કુંભનદાસજી જેવા તો, સન્તનૌ હાં સિરીતોં હ્રામ કહી અકબર બાદશાહના આમંત્રણને ઠોકરે પણ મારે. ભવભૂતિ કે ભતૃહિર, માઘ કે જયદેવ કે મિલ્ટન કે દાંતે જેવા કવિઓ અર્થપ્રાપ્તિ માટે કવિતા લખે એવું આપણી કલ્પનામાં પણ ન સંભવે. વળી અર્થપ્રાપ્તિ માટે કવિતા લખવી અને કવિતા લખવાથી અર્થપ્રાપ્તિ થવી એ બંને પરિસ્થિતિ વચ્ચે ભેદ છે, અર્થપ્રાપ્તિ ક૨વાના એકમાત્ર ઉદ્દેશથી લખાયેલી કવિતા કલાકૃતિ તરીકે બહુ ઊંચા પ્રકારની હોઈ શકે એવો સંભવ ઓછો રહે છે.
કાવ્યપ્રયોજન ૩૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org