________________
એ મુખ્ય પ્રેરક શક્તિ છે. આદર્શ લેખાતા રઘુવંશી રાજાઓ પણ યશની ઇચ્છા રાખતા જ હતા. (યશસે વિનિીપૂળાનૢ 1). દુનિયાના મહાન માણસો પણ યશની વૃત્તિ આગળ નમી પડતા હોય છે. એટલા માટે જ કહેવાય છે કે Fame is the last in firmity of noble minds. (કીર્તિ એ ઉદાત્ત માનવીઓની અંતિમ નિર્બળતા છે.) તમામ વસ્તુઓ અને વૃત્તિઓ આગળ અચલ અને અડગ રહેનાર ધીર માનવીઓ યશની વૃત્તિ આગળ નિર્બળ બની જાય છે. યશ મહાન માનવીઓની છેલ્લી નિર્બળતા છે. પણ નાના, ઊગતા કવિઓની તો એ ઘણુંખરું પહેલી નિર્બળતા છે એમ કહી શકાય. બીજા આગળથી નહિ તો પોતાના સહૃદય ભાવક પાસેથી સંતોષના બે શબ્દો સાંભળી પરમ તૃપ્તિ એ ઊગતો કવિ અનુભવતો હોય છે. પોતાના અંતરમાં ઊંડે ઊંડે રહેલી યશની અભિલાષાને તે સંતોષતો હોય છે. મેં આ કાવ્ય સ્વાન્તઃસુખાય લખ્યું છે. જગતને એ જોવું હોય તો જુએ અને ન જોવું હોય તો ન જુએ' એમ ભાગ્યે જ કોઈ કવિને કહેતો આપણે સાંભળીશું. એવું કહેનારને પણ જો એની કૃતિ વિશે કોઈ બે કડવા શબ્દો સંભળાવશે તો એ દુખી કે ગુસ્સે થશે, અને જો કોઈ બે સારા શબ્દો સંભળાવશે તો રાજી થશે. એ જ બતાવે છે કે કવિઓમાં પણ યશની ઇચ્છા તો રહેલી જ હોય છે. ભૂતકાળમાં કાલિદાસ વગેરે કવિઓને કવિતા દ્વારા સારો યશ મળ્યો હતો અને ઉત્પત્યંતઽસ્તિ મમ જોવિ સમાનધમાં કહેનાર ભવભૂતિ તો અનંતકાળ સુધી પોતાના સમાનધર્માની રાહ જોવા તૈયાર હતા.
યશનું પ્રયોજન નજર સમક્ષ રાખીને કવિ કાવ્યનું સર્જન કરે અને એમાં એને યશ મળે તેમાં કશું અયોગ્ય નથી. પરંતુ આપણે કેટલીક વાર જોઈએ છીએ કે એ પ્રયોજનને પોતાની કાવ્યસર્જનની પ્રવૃત્તિમાં વધારે પડતું મહત્ત્વ અપાવાને લીધે કેટલાક કવિઓ ગે૨૨સ્તે દોરવાતા હોય છે, અને પોતાની કલાને હાનિ પહોંચાડતા હોય છે. યશ જો કવિની પ્રતિભા અને એની કૃતિની ગુણવત્તાના પ્રમાણમાં મળ્યો હોય તો તો ઠીક; પરંતુ જો કોઈ કવિને, ખાસ કરીને ઊગતા કવિને એની શક્તિના પ્રમાણમાં વધુ પડતો યશ મળી ગયો હોય તો એ કવિને ક્યારેક એનો નશો ચડે છે અને પોતાની જાતને તે હોય તેના કરતાં વધારે પ્રતિભાશાળી, વધારે મહાન માનવા લાગે છે. આમ થવાને લીધે પછી એની કવિતાની આરાધનામાં ઉપેક્ષા આવી જાય છે. એટલે વધુ પડતો યશ મેળવીને કવિ કેટલીક વાર પોતાની કલાને જ હાનિ પહોંચાડતો હોય છે. તેવી જ રીતે કોઈ કવિને વાડાબંધી કે પૂર્વગ્રહોને કારણે પોતાની શક્તિના પ્રમાણમાં બહુ જ ઓછો યશ મળ્યો હોય, થવી જોઈએ એનાં કરતાં એની બહુ જ ઓછી કદર થઈ હોય તો એ કવિપુષ્પ વધુ ન ખીલતાં ધીમે ધીમે મ્લાન
કાવ્યપ્રયોજન * ૩૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org