________________
કષ્ટ સહન કર્યા પછી, વેદાદિ શાસ્ત્રો દ્વારા ચતુર્વર્ગની પ્રાપ્તિ કરી શકે છે, જ્યારે બીજી બાજુ અલ્પબુદ્ધિવાળા મનુષ્યો પણ કાવ્ય દ્વારા, કષ્ટ વડે નહિ પણ આનંદપૂર્વક એ જ લ પ્રાપ્ત કરી શકે છે, જો આમ હોય તો કાવ્યશાસ્ત્રનો સરળ માર્ગ છોડીને ધર્મશાસ્ત્રોનો દુષ્કર માર્ગ કોણ અપનાવશે ? મધુર ઔષધથી રોગ દૂર થતો હોય તો કડવાં ઔષધથી દૂર કરવાનો પ્રયત્ન કોણ કરશે ? માટે “સાહિત્યદર્પણકાર' કહે
कटुकौषधोपशमनीयस्य रोगस्य सितशर्करोपशमनीयत्वे ।
कस्य वा रोगिण: सितशर्कराप्रवृत्ति: साधीयसी न स्यात् ॥ વળી, કાવ્યથી જે આનંદનો અનુભવ થાય છે એ એવો તો લોકોત્તર હોય છે કે આપણા આલંકારિકો એને બ્રહ્માનંદસહોદર તરીકે ઓળખાવે છે. એટલે કે કાવ્યનો આનંદ મોક્ષપ્રાપ્તિના આનંદ જેટલો જ અદ્ભુત છે; જાણે મોક્ષપ્રાપ્તિ થઈ હોય એવો અનુભવ કરાવનાર છે એમ કહેવામાં આવે છે. આપણાં ધર્મશાસ્ત્રોમાં શબ્દને અત્યંત પવિત્ર અને મોક્ષના સાધન તરીકે ઓળખાવ્યો છે. એટલું જ નહિ પણ સંસારમાં જે કંઈ કાવ્યો, ગીતો ઈત્યાદિ છે તે બધાને પરમાત્માના જ અંશો તરીકે જ ઓળખવામાં આવે છે. વિષ્ણુપુરાણમાં કહેવામાં આવ્યું છે:
काव्यालापांश्च ये किचिंद् गीतकान्यखिलानि च ।
शब्दमूर्तिधरस्यैते विष्णोरंशा महात्मनः ॥ | Lજે કાવ્યાલાપો અને જે કાંઈ બધાં ગીતો છે તે શબ્દમૂર્તિને ધારણ કરનાર મહાત્મા વિષ્ણુ ભગવાનના અંશો છે.]
ધર્મ અને મોક્ષ ઉપરાંત કાવ્ય દ્વારા અપ્રાપ્તિ થઈ શકે છે અને અર્થપ્રાપ્તિ વડે કામપ્રાપ્તિ પણ સહેલાઈથી થઈ શકે છે એ આપણે પ્રત્યક્ષ વ્યવહારમાં જોઈ શકીએ છીએ.
યથા યો : હૃદયસ્થ ૨ – એટલે કે કવિ અને સહદય ભાવક એ બંનેને નજરમાં રાખીને મમ્મટે કાવ્યનાં છ પ્રયોજનો ગણાવ્યાં છે – યશ, અર્થપ્રાપ્તિ, વ્યવહારનું જ્ઞાન, શિવેતરક્ષતિ, પરમ આનંદ અને કાન્તાસંમિત ઉપદેશ. મમ્મટે ગણાવેલાં આ પ્રયોજનો બધાં જ એકસરખાં મહત્ત્વનાં નથી. એનો કમ એના મહત્ત્વ પ્રમાણે નથી. એટલે કે પહેલાં કરતાં બીજું કે બીજા કરતાં ત્રીજું પ્રયોજન ચડિયાતું છે એમ સમજવાનું નથી. માત્ર છંદની દૃષ્ટિએ બરાબર બેસે એ રીતે એણે એ પ્રયોજનો ગણાવ્યો છે. આ પ્રયોજનોમાં વ્યવહારજ્ઞાન અને ઉપદેશ વાચકને લાગુ પડે છે, આનંદ કવિ અને ભાવક ઉભયને અને બાકીનાં ફક્ત કવિને લાગુ પડે છે.
કેટલાક કવિઓ યશ મેળવવા માટે કાવ્ય લખતા હોય છે. પોતે કરેલા કાર્યની યોગ્ય કદર થાય એવી ઇચ્છા ઊંડે ઊંડે પણ દરેક માણસમાં રહેલી હોય છે. યશ
છ૮ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org