________________
માણસને ત્યારે વિશેષ લાગે છે, અને એ રીતે એ પોતાના જીવનમાં આશ્વાસન મેળવે છે. ધર્મરાજા યુધિષ્ઠિર દુઃખના ભારથી જ્યારે અત્યંત અસ્વસ્થ બની ગયા હતા ત્યારે બ્રહદશ્વ ઋષિએ એમને નળદમયંતીની કથા કહી હતી. પ્રેમાનંદે પણ નંદરબારના ઠાકોરનું પત્નીવિયોગનું દુઃખ હળવું કરવાના ઉદ્દેશથી નળાખ્યાન' લખ્યું હતું એમ કહેવાય છે. કરુણપ્રશસ્તિના કાવ્યપ્રકારમાં શરૂઆતમાં પ્રિયજનના વિયોગનું દુઃખ વર્ણવી અંતે તો કવિ સમાધાન જ કેળવતો હોય છે. દુઃખી માણસો એના વાચનથી પોતે સમાધાન કેળવી શકે છે. એટલે કે ભાવકને સમાધાન, સાંત્વન, આશ્વાસનનો અનુભવ કરાવવો એ પણ કાવ્યનું પ્રયોજન સંભવી શકે છે.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વર્ગના દ્યની પ્રાપ્તિને કાવ્યના પ્રયોજન તરીકે રજૂ કરનાર સૌથી પહેલો ભામહ છે. ભામહને અનુસરી રુદ્રટ, વાલ્મટ, વિશ્વનાથ વગેરે આલંકારિકોએ પણ ચતુર્વર્ગનો કાવ્યપ્રયોજનોમાં સમાવેશ કર્યો. પ્રાચીન પરંપરાથી ચાલ્યા આવતા આ પ્રયોજનમાં વર્તમાન યુગની શ્રદ્ધા ન બેસે એ સ્વાભાવિક છે. સાંપ્રદાયિક કહી શકાય એવા આ પ્રયોજનને સાહિત્યમાં સ્થાન કેવી રીતે મળ્યું તે જોઈએ. પ્રાચીન સમયમાં જીવનની મહાનમાં મહાન સિદ્ધિ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ એમ મનાતું, તે સમયનાં ધર્મશાસ્ત્રો ધર્મનો ઉપદેશ આપતાં, અર્થશાસ્ત્રો અર્થસંગ્રહ સમજાવતાં, કામશાસ્ત્રો કામનું જ્ઞાન આપતાં અને વેદાન્ત-આગમાદિ શાસ્ત્રગ્રંથો મોક્ષનો માર્ગ બતાવતા. આમ મુખ્ય મુખ્ય શાસ્ત્રોના સેવનથી લોકોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો માર્ગ સમજાઈ જતો. સંસારની તમામ પ્રવૃત્તિઓનું એ જ બેય મનાતું. એ જ જીવનનો પરમ આદર્શ લેખાતો. આમ તમામ સાહિત્યનો ઉદેશ ચતુર્વર્ગના દ્યની પ્રાપ્તિનો હતો, એટલે નૈસર્ગિક રીતે જ કાવ્યશાસ્ત્ર પાસે પણ ચતુર્વર્ગની અપેક્ષા રાખવામાં આવતી.
વળી આપણા ધર્મગ્રંથોમાં લખ્યું છે કે પરમાત્મા વિશે કાવ્ય લખવાથી અને વાંચવાથી ધર્મપ્રાપ્તિ થાય છે. બીજી બાજુ શબ્દને અત્યંત પવિત્ર ગણવામાં આવ્યો છે. શબ્દની મહત્તા સમજાવતાં વેદમાં લખ્યું છે : : શબ્દ: સDયુવત: સથ જ્ઞાતિ:
નો ાધુ મવતિ છે એટલે કે એક શબ્દ સારી રીતે પ્રયોજાયો હોય અને સાચી રીતે જાયો હોય તો સ્વર્ગલોકમાં તે કામધુગુ – ઇચ્છા પૂર્ણ કરનાર - નીવડે છે. વેદના આ પ્રસિદ્ધ વાક્ય પરથી સમજી શકાશે કે એક શબ્દથી કેટલી ધર્મપ્રાપ્તિ થાય ! અને આમ, કાવ્ય વડે જો ધર્મપ્રાપ્તિ થાય, તો પછી ધર્મના ક્લ વડે મોક્ષપ્રાપ્તિ પણ કેમ ન થાય? આમ એક બાજુ વેદાદિ શાસ્ત્રો વડે ધર્મ અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, બીજી બાજુ કાવ્ય દ્વારા પણ થઈ શકે છે. પરંતુ એ બંને વચ્ચે તફાવત એ છે કે માત્ર અત્યંત પરિપક્વ બુદ્ધિવાળા મનુષ્યો જ, ખૂબ
કાવ્યપ્રયોજન
૩૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org