________________
कीर्तिपरमाह्लादगुरुराजदेवताप्रसाधनेकप्रयोजनकस्य काव्यस्य । [કીર્તિ, પરમ આનંદ. ગુરુનો, રાજાનો કે દેવતાનો પ્રસાદ વગેરે કાવ્યનાં અનેક પ્રયોજનો છે.].
આમ, દુઃખાર્ત અને શોકાત માણસોને સાંત્વન આપવું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વર્ગના દ્યની પ્રાપ્તિ કરવી, ચોસઠ કલામાં વિચક્ષણતા મેળવવી, કીર્તિ અને પ્રીતિ (અથવા સુખ કે ચમત્કાર એટલે કે યશ અને આનંદ મેળવવો, કાન્તાતુલ્ય ઉપદેશ આપવો, અનર્થનું નિવારણ કરવું, ગુર, રાજા કે દેવતાનો પ્રસાદ મેળવવો, વ્યવહારનું જ્ઞાન આપવું વગેરે કાવ્યનાં પ્રયોજનો આપણા પ્રાચીન આલંકારિકોએ ગણાવ્યાં છે. આમાં એ સ્પષ્ટ જોવા મળે છે કે લગભગ બધા જ આલંકારિકોએ પ્રીતિ અને કીર્તિ એટલે કે આનંદ અને યશ એ બે પ્રયોજન ઉપર વિશેષ ભાર મૂક્યો છે. કેટલાકે તો કાવ્યનાં એ બે પ્રયોજનો જ ગણાવ્યાં છે. વર્તમાન સમયમાં પણ એ બધાંમાંથી એ બે પ્રયોજનો જ વધારે મહત્ત્વનાં ગણાય છે.
સંસ્કૃત અલંકારસાહિત્યમાં મમ્મટે આપેલાં પ્રયોજનોની વધુમાં વધુ ચર્ચા થઈ છે. મમ્મટની અગાઉ થઈ ગયેલા ભરત અને ભામહે જે પ્રયોજનો ગણાવ્યાં છે તે પ્રથમ આપણે જોઈએ.
- સમર્થ છતાં દુઃખાર્ત અને નિરાધાર એવા શોકાત માણસોને કંઈક વિશ્રાંતિ મળે એ નાટ્યનું પ્રયોજન છે એમ ભરતે પોતાના નાટ્યશાસ્ત્રની શરૂઆતમાં કહ્યું છે. જીવન એટલું બધું ગૂઢ અને સંકુલ છે કે કયે વખતે કેવા માણસને માથે કેવી આપત્તિ આવી પડશે એ કહી શકાય નહિ. માણસ ગમે તેટલો સમર્થ હોય છતાં એના જીવનમાં પણ કોઈક વાર કરુણ ઘટનાઓ બની જતી હોય છે અને એ દુખી થઈ જતો હોય છે. દુઃખના પ્રસંગે માણસ જો કંઈ સમાધાન મેળવી શકે કે કેળવી શકે તો એના દુઃખનો ભાર ઘણો જ હળવો બની જાય એ સ્વાભાવિક છે. માણસ એકાએક આશાભંગ થાય, અચાનક દુઃખમાં આવી પડે, અકસ્માતુ પ્રિયજનના વિયોગનો ભોગ થઈ પડે તો એ માણસ સાહિત્યમાંથી સમાધાન, સાંત્વન, આશ્વાસન મેળવી શકે છે. સમાધાન આપવાની દૃષ્ટિએ સાહિત્યનાં અન્ય સ્વરૂપો કરતાં નાટક વધારે અનુકૂળ અને ઉપયોગી સ્વરૂપ છે. એમાં સંઘર્ષમાં મુકાયેલાં સાંસારિક પાત્રોની કથા આવતી હોવાને લીધે એ વાંચવાથી કે ભજવાતું જોવાથી માણસ સહેજે સમાધાન મેળવી શકે છે, એટલું જ નહિ પણ એમાં એ એટલો તલ્લીન બની જાય છે કે પોતાનું દુઃખ એટલી વાર ભૂલી પણ જાય છે. ગતમાં આપણા કરતાં પણ વધારે દુખી લોકો છે અથવા તો ઉત્તમ પુરુષોને માથે પણ કેવી આપત્તિઓ આવી પડે છે અને એમનાં દુઃખ આગળ આપણું દુઃખ કંઈ જ વિસાતમાં નથી એમ દુખી
૦૬
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org