________________
વિદ્યાધર પણ ‘એકાવલી’માં મમ્મટને અનુસરીને જ લખે છે : विवोल्लङ्घनजीङिधकी वितनुते कीर्तिं विधत्ते श्रियं हेलाधिक् कृतयक्षराजविभवां चिन्ताकरं हन्त्यधम् । युग्धे स्वादुतरान् रसान् वितरति स्फारं कलाकौशल काव्यं निर्वृतिमावहत्यपि परिस्पन्दावहं चेतसः ॥ [કાવ્ય જગતવ્યાપી કીર્તિ આપે છે, કુબેરની લક્ષ્મીને પણ તિરસ્કારતી સંપત્તિ આપે છે, ચિન્તાજનક પાપનો નાશ કરે છે, અત્યંત રસમય રસો અર્પે છે, કલાઓમાં ઘણું કૌશલ ઉત્પન્ન કરે છે, સુખ આપે છે અને ચિત્તને પરિસ્પર્જિત કરે છે.] કુન્તક કાવ્યનાં પ્રયોજનો નીચે પ્રમાણે ગણાવે છે: धर्मादिसाधनोपायः सुकुमारकमोदितः
1
काव्यबन्धोमिजातानं हृदयाह्लादकारकः ॥
[સુંદર રીતે કરાયેલી કાવ્યરચના ધર્માદિ મેળવવામાં સાધન બને છે, અને સહૃદયોનાં હૃદયને આહ્લાદ આપે છે.]
व्यवहारपरिस्पन्दसौन्दर्यं व्यवहारिभिः 1 सत् काव्याधिगमादेव नूतनौचित्यमाप्यते ॥
[જગતના વ્યવહારુ માણસોને નવાં જ ઔચિત્યવાળું વ્યવહારક્રિયાઓનું સુંદર સ્વરૂપ ઉત્તમ કાવ્યના પરિશીલન દ્વારા સાંપડે છે.
[સહૃદયોને કાવ્યામૃતના રસાસ્વાદ વડે ધર્માદિ ચાર પુરુષાર્થના ળથી પણ વધારે ચડિયાતો આનંદ (ચમત્કાર) મળે છે.]
વાગ્ભટ ‘કાવ્યાનુશાસન'માં લખે છે :
चतुर्वर्गकलास्वादमप्यतिक्रम्य तद्विदाम् । काव्यामृतरसेनान्तश्रमत्कारो वितन्यते ॥
काव्यं प्रमोदाय अनर्थपरिहाराय व्यवहारज्ञानाय त्रिवर्गफललाभाय कान्तातुल्यतयोपदेशाय कीर्तये च । [કાવ્ય આનંદને માટે, અનર્થના નિવારણને માટે, વ્યવહારજ્ઞાનને માટે, ત્રિવર્ગફળપ્રાપ્તિ માટે, કાન્તાતુલ્ય ઉપદેશને માટે અને કીર્તિને માટે છે.]
‘સાહિત્યદર્પણ’કાર વિશ્વનાથ જૂની પરંપરા પ્રમાણે જ કાવ્યનાં પ્રયોજનો ગણાવે છે:
चतुर्वर्गफलप्राप्तिः सुखादल्पधियामपि ।
[અલ્પબુદ્ધિવાળા પુરુષોને કાવ્યથી જ સુખે કરીને ચતુર્વર્ગના ફળની પ્રાપ્તિ
થાય છે.]
જગન્નાથ ૨સગંગાધર'માં લખે છે :
Jain Education International
કાવ્યપ્રયોજન ૩૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org