________________
આચાર્ય દંડીનો મત આ પ્રમાણે છે :
इह शिष्टानुशिष्टानां शिष्टानामपि सर्वथा ।
वाचानेव प्रसादेन लोकयात्रा प्रवर्तते ॥ [શિષ્ટ દ્વારા ઉપદેશ પામેલાઓને, તેમજ શિષ્યોને પણ વાણીના જ પ્રસાદથી લોકવ્યવહારમાં સફળતા મળે છે.] વામન “કાવ્યાલંકારસૂત્રમાં લખે છે :
काव्यं सत् दृष्टादृष्टार्थं प्रीतिकीर्तिहन्नत्वात् । [કાવ્ય દૃષ્ટિ અને અદષ્ટ પ્રયોજનવાળું સદર્થ છે, કારણ કે એ પ્રીતિ અને કીર્તિનું કારણ છે.]
રુદ્રટ પોતાના “કાવ્યાલંકાર'માં કાવ્યનાં પ્રયોજનો ગણાવતાં લખે છે કે કાવ્ય મહાકવિઓને પોતાને તેમજ તેમના કાવ્યના નાયકોને સ્થિર, ગૌરવવાળો અને વિમલ યશ પૂરતો અપાવે છે કે જેને કાળ પણ નષ્ટ કરી શકતો નથી. તદુપરાંત કાવ્યથી ધર્માદિ ચાર પુરુષાર્થ પ્રાપ્ત થાય છે એમ બતાવીને એ લખે છે :
अर्थमनर्थोपशमं शमसममथवा मतं यदेवास्य ।
विरचितरूचिरसुरस्तुतिरखिलं लभते तदेव कविः ॥ દૂધન, દુઃખોપશમન, અસામાન્ય સુખ એટલું જ નહિ પણ કવિને જે જે ગમે તે બધું જ સુંદર દેવસ્તુતિની રચના દ્વારા કવિ મેળવી શકે છે.] અભિનવગુપ્ત લખે છે:
तथापि प्रीतिरेव प्रधानं... प्राधान्येन आनन्द एवोक्तः । સુિખ એ જ પ્રધાન.... આનંદ એ જ પ્રધાનપણે કાવ્યનું પ્રયોજન ગણાય છે.) ભોજ પોતાના “સરસ્વતીકંઠાભરણ'માં લખે છે :
વાવ્યું. વિ ટુર્વનું ર્તિ પ્રતિ = વિતિ | [કાવ્ય કરનારો કવિ કીર્તિ અને પ્રીતિ એટલે કે સુખ અથવા આનંદ મેળવે
છે.]
કાવ્યપ્રકાશકાર મમ્મટાચાર્ય કાવ્યનાં પ્રયોજનો નીચે પ્રમાણે ગણાવે છે :
काव्यं यशसेऽर्थकृते व्यवहारविदे शिवेतरक्षतये ।
सद्यः परनिर्वृतये कान्तासंमिततयोपदेशयुजे ॥ [કાવ્ય, યશ, અર્થપ્રાપ્તિ, વ્યવહારજ્ઞાન, અશુભનિવારણ, તત્કાલ પરમ આનંદ અને કાન્તાની જેમ ઉપદેશને માટે છે.]. આચાર્ય હેમચન્દ્ર પણ મમ્મટને જ અનુસરી કાવ્યાનુશાસન'માં લખે છે :
___ काव्यमानन्दाय यशसे कान्तातुल्यतयोपदेशाय च । [કાવ્ય આનંદને માટે, યશને માટે અને કાન્તાતુલ્ય ઉપદેશને માટે છે..
૩સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org