________________
હેતુ હોય છે, પરિણામમાં કોઈ ચોક્કસ હેતુ હોતો નથી. પ્રયોજન હંમેશાં કલાસર્જન માટે કલાકાર પ્રવૃત્ત થાય તે સમયે તેની નજર સમક્ષ રહેલું હોય છે, પરિણામમાં એવું નથી. ધન મેળવવાના જરા પણ વિચાર કે હેતુ વિના કાવ્યનું સર્જન કર્યું હોય, અને છતાં એ કાવ્યથી કવિને એકાએક ધનપ્રાપ્તિ થાય, તો ત્યાં ધનપ્રાપ્તિ એ કવિના કાવ્યનું પ્રયોજન નહિ, પણ પરિણામ હતું એમ આપણે કહી શકીએ.
વળી, જે કોઈ હેતુથી કલાકાર કલાનું સર્જન કરે એ દરેકેદરેક હેતુને કલાના પ્રયોજન તરીકે સ્થાન આપવું એ પણ યોગ્ય ન કહેવાય. જે કોઈ હેતુ અથવા ઉદ્દેશ કલાકારોમાં સામાન્યપણે જોવામાં આવતો હોય, જે મહત્ત્વનો હોય, જે સ્થિર, નિત્ય અને વિશિષ્ટ સ્વરૂપનો હોય અને જે પ્રેરક તથા પ્રવર્તક હોય એને જ આપણે કલાપ્રયોજનોમાં સ્થાન આપવું જોઈએ. ઉ.ત, કોઈક કવિ પોતાના મિત્રને લગ્નપ્રસંગે અભિનંદન આપવાના હેતુથી કાવ્ય લખે, કે કોઈક કવિ પોતાના વિદેહ સ્વજનને અંજલિ આપવા માટે કાવ્ય લખે તો તેથી અભિનંદન આપવાં કે અંજલિ આપવી એ પણ કાવ્યનું એક પ્રયોજન છે એમ આપણે નહિ કહીએ કારણ કે એ પ્રયોજનો કવિની દૃષ્ટિએ મહત્ત્વનાં હોય તોપણ કલાસિદ્ધાંતની ચર્ચામાં એટલાં મહત્ત્વનાં નથી.
કાવ્યના પ્રયોજનની ચર્ચા સંસ્કૃત સાહિત્યમાં આપણા પ્રાચીન આલંકારિકોએ પુષ્કળ કરેલી છે. ભારત અને ભામણથી શરૂ કરીને મમ્મટ અને વિશ્વનાથ સુધીના આલંકારિકોએ કાવ્યનાં ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રયોજનો ગણાવ્યાં છે. નાટ્યશાસ્ત્રકાર ભરત લખે છે :
वेदविद्येतिहासानामर्थानां परिकल्पनम् ।
विनोदकरणं लोके नाट्यमेतद् भविष्यति ॥ વેદ અને ઇતિહાસોના અર્થની કલ્પના કરનારું, લોકોમાં વિનોદનું સાધન તે નાટક.]
दुःखार्तानां समर्थानां शोकार्तानां तपस्विनाम् ।
विश्रान्तिजननं काले नाट्यमेतन्मया कृतम् ॥ સિમર્થ છતાં દુઃખાર્ત અને નિરાધાર એવા શોકાત લોકને વિશ્રાંતિ મળે એવું નાટ્ય મેં રચ્યું છે.] કાવ્યાલંકારમાં ભામહ કાવ્યનાં પ્રયોજનો ગણાવતાં કહે છે :
धर्मार्थकाममोक्षेषु वैचक्षण्यं कलासु च ।
प्रीति करोति कीतिं च साधुकाव्यनिषेवणम् ॥ સિારા કાવ્યનું સેવન ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં તેમજ દરેક કલામાં વિચક્ષણતા અને કીર્તિ તથા પ્રીતિ ઉપજાવે છે.]
કાવ્યપ્રયોજન - ૩૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org