________________
૧૬ કાવ્યપ્રયોજન
મનુષ્યની તમામ પ્રવૃત્તિ પાછળ કંઈક ને કંઈક પ્રયોજન રહેલું જ હોય છે. કેટલીક વાર એ પ્રયોજન અન્ય માણસોને પણ સ્પષ્ટ દેખાઈ આવે એવું હોય છે. તો કેટલીક વાર માત્ર એ પ્રવૃત્તિના કરનારને જ એની ખબર હોય છે, કેટલીક વાર પ્રયોજન સાક્ષાત્ હોય છે, તો કેટલીક વાર પરંપરા હોય છે, કેટલીક વાર પ્રયોજન સ્થૂળ હોય છે, તો કેટલીક વાર સૂક્ષ્મ હોય છે, કેટલીક વાર માણસ પોતાની પ્રવૃત્તિના પ્રયોજનનો સ્પષ્ટ સ્વીકાર કરે છે, તો કેટલીક વાર એને પ્રયોજનની કંઈ ખબર પણ હોતી નથી. દુનિયાની લગભગ તમામ વ્યવહારુ પ્રવૃત્તિ પાછળ એના કર્તાનું કંઈક ને કંઈક પ્રયોજન રહેલું હોય છે. પ્રયોનિમદિર ન મંડપ પ્રવર્તત | મંદબુદ્ધિવાળો માણસ પણ પ્રયોજન વિના પ્રવર્તમાન થતો નથી એમ કહેવાય છે. તો પછી જે જાતે સંવેદનશીલ છે, અને જે પોતાની સર્જનકલા સહૃદય ભાવક સમક્ષ મૂકવા માગે છે એવા સર્જકની સર્જનપ્રવૃત્તિ પાછળ કંઈ પણ પ્રયોજન હોય નહિ એ સંભવી જ કેવી રીતે શકે?
કલાસર્જન પાછળ કલાકારનું પ્રયોજન એક જ હોય છે અથવા એક જ પ્રકારનું હોય છે એમ નથી. દરેકે દરેક કલાકારનું પ્રયોજન એક પ્રકારનું જ હોવું જોઈએ એમ પણ નથી. કલાકારે કલાકારે પ્રયોજન ભિન્ન હોઈ શકે. આ પ્રયોજનોની ચર્ચાવિચારણા કરીએ તે પહેલાં પ્રયોજન અને પરિણામ વચ્ચેનો ભેદ આપણે સમજી લેવો જોઈએ. કવિ કે કલાકાર જે કોઈ ચોક્કસ ઉદ્દેશથી પ્રેરાઈને કલાનું સર્જન કરે તેને આપણે પ્રયોજન કહીએ, અને કલાકારે, સભાનપણે કે અભાનપણે, કલાસર્જન સમયે જે ઉદ્દેશ મનમાં રાખ્યો કે કચ્યો પણ ન હોય અને કલાસર્જન પછી અનપેક્ષિત રીતે, અનાયાસે તે સિદ્ધ થાય તો તેને આપણે પરિણામ કહીએ. પ્રયોજનમાં વિશિષ્ટ
0ર
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org