________________
અભિનવગુખે કહ્યું છે કે અલંકાર પણ ક્યારેક કાવ્યનો આત્મા બની શકે, જ્યારે કાવ્ય અલંકારધ્વનિના પ્રકારનું હોય. એટલે કે જ્યારે અલંકાર માત્ર વ્યંગ્ય હોય ત્યારે તેને કાવ્યના આત્મા તરીકે ગણી શકાય. અલબત્ત, એમ બનવું વિરલ છે. પોતાના આ કથનને સમજાવતાં અભિનવગુપ્ત કહે છે કે જેમ બાળકો રમતાં હોય ત્યારે કોઈક બાળક અમુક સમય માટે રાજાનો પાઠ ભજવતી વખતે રાજાની મહત્તા પ્રાપ્ત કરે છે તેવી રીતે અલંકાર જ્યારે વ્યંગ્ય હોય ત્યારે કાવ્યના આત્માનું સ્થાન લે છે. પરંતુ તેવું જવલ્લે જ બનતું હોય છે.
સ્વરૂપ, પ્રકાર અને કાવ્યમાં સ્થાનની દષ્ટિએ અલંકારમાં અપાર વૈવિધ્ય રહેલું છે. ક્યારેક તે અંગરૂપ હોય છે, તો ક્યારેક તે અંગીના સ્થાન સુધી પહોંચી શકે છે. સતત પરિવર્તનશીલ જીવન અને પ્રકૃતિમાં સામ્ય, વૈષમ્ય અને અભેદ દ્વારા નિષ્પન્ન થતું સૌંદર્ય અનંતરાશિ છે. માટે અલંકારનો ખજાનો ક્યારેય ખાલી થવાનો નથી.
અલકર ક ૩૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org