________________
પ્રતિમાનવત: સ્વે: પરંપૂર્વજયા રિપત્તિ ! વિચારતાં દુર્ઘટ લાગે તેવા અલંકારો, રસમાં એકાગ્ર ચિત્તવાળા પ્રતિભાશાળી કવિની પાસે ઉપરાઉપરી આવી શકે છે.
આમ, આનંદવર્ધનના મતે અલંકાર રસને અનુરૂપ અને રસના ધ્વનિમાં ઉપકારક હોવો જોઈએ. વળી તેની રચના કરવામાં કવિને જુદો પ્રયત્ન ન કરવો પડે એવો હોવો જોઈએ. અલંકારો વિશે આનંદવર્ધન ધ્વન્યાલોકોમાં અન્ય એક સ્થળે કહે છે :
विवक्षा तत्परत्वेन नाङिगत्वेन कदाचन । काले च ग्रहणस्यागौ नातिनिर्वहणैषिता । नियूंढावपि चाङ्गत्वं यत्नेन प्रत्यवेक्षणम् ।
रूपकादेरलंकारवर्गस्याङ्गत्वसाधनम् ॥ રસધ્વનિમાં અલંકાર કેવો હોવો જોઈએ તે સમજાવતાં આનંદવર્ધન કહે છે કે અલંકારો કાવ્યમાં રસને બાધા થાય નહિ તે રીતે અંગરૂપ હોવા જોઈએ, અંગીરૂપે એટલે કે આત્મારૂપે નહિ, અર્થાત્ કાવ્યમાં અલંકારનું નહિ પણ રસનું જ પ્રાધાન્ય હોવું જોઈએ. કવિતામાં જ્યાં આવશ્યક હોય ત્યાં જ અલંકાર હોવો જોઈએ. ગમે ત્યાં અલંકાર ન પ્રયોજાવો જોઈએ. વળી, કાવ્યમાં અલંકારો પુષ્કળ ન પ્રયોજાવા જોઈએ. અર્થાત્ અલંકારોનું અતિનિર્વહણ ન થવું જોઈએ. ઔચિત્યવિચારચર્ચામાં ક્ષેમેન્દ્ર કહે છે :
कण्ठे मेखलया नितम्बफलके तारेण हारेण वा । पाणौ नूपुरबन्धनेन चरणे केयूरपाशेन वा । शौर्येण प्रणते रिपौ करुणया नायान्तिके हास्यता
मौचित्येन विना रतिं प्रतनुते नालंकतिर्नो गुणाः ॥ મેખલા અને હાર એ બે અલંકારો છે. તેવી રીતે શૌર્ય અને કરુણા એ બંને ગુણો છે. પરંતુ અલંકાર કે ગુણ એના સ્થાને જ શોભે. મેખલા કંઠમાં પહેરીએ અને હાર કમરમાં પહેરીએ તો હાંસી થવા વિના રહે ખરી? તેવી રીતે શરણાગત પ્રત્યે શૌર્ય દર્શાવીએ અને શત્રુ પ્રત્યે કરુણા દર્શાવીએ તો હાંસીપાત્ર થઈએ. અર્થાત્ ઔચિત્ય ન હોય તો ગુણ અને અલંકાર શોભે નહિ.
અભિનવગુપ્ત કહે છે કે પુષ્ટત્વનો ગુણ યુવતીના સ્તનમાં હોય તો શોભે અને કટિમાં હોય તો દોષરૂપ બની જાય છે. તેવી રીતે અલંકાર પણ યોગ્ય સ્થાને હોય તો જ શોભે છે.
આમ, અલંકારનો જો ઔચિત્યપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે કવિના ભાવને સૌંદર્ય અર્પે છે અને એની ભાષાને ચમત્કૃતિયુક્ત બનાવે છે. અહીં એક પ્રશ્ન થશે કે શું અલંકાર ક્યારેક કાવ્યનો આત્મા ન બની શકે ?
0 ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org