________________
આવશ્યકતા રહેતી નથી. મમ્મટે કાવ્યની વ્યાખ્યા બાંધતાં તેમાં સ્ફટ નહિ તો અફુટ અલંકારની આવશ્યકતા દર્શાવી છે, પરંતુ એણે કહ્યું છે કે અંતે તો શબ્દ અને અર્થ વડે અલંકારે કાવ્યના આત્મા એવા રસને જ ઉપકારક બનવાનું છે. તે કહે છે કે શરીર પર હાર વગેરે અલંકારોનું જેવું સ્થાન છે તેવું સ્થાન અનુપ્રાસ, ઉપમા વગેરે અલંકારોનું કાવ્યમાં છે.
उपर्कुवन्ति तं सन्तं येऽङ्गद्वारेण जातुचित् ।
हारादिववदलंकारास्नेऽनुप्रासोपमादयः ॥ મમ્મટ પહેલાં આનંદવર્ધને અલંકારને કટક-કુંડલ જેવા ગણાવ્યા છે. એમને અનુસરી વિશ્વનાથે પણ અલંકારોને કટક-કુંડલ તરીકે ઓળખાવ્યા છે. અભિનવગુપ્ત કાવ્યમાં સુશ્લિષ્ટ રીતે યોજાયેલા અલંકારને કંકમપીતિકા (કુમકુમના ચાંલ્લા) તરીકે ઓળખાવે છે. ઉભટ કહે છે કે હારાદિ અલંકારો માણસમાં યોગ સંબંધ રહેલા હોય છે અને શૌર્ય વગેરે ગુણો સમવાય સંબંધ રહેલા હોય છે. પરંતુ કાવ્યમાં ઓજસ વગેરે ગુણો અને ઉપમા વગેરે અલંકારો બંને સમવાય સંબંધ રહેલા હોય છે. એટલે કે કાવ્યમાં અલંકાર આગંતુક ન લાગવો જોઈએ, પરંતુ તેમાં એકરૂપ બની ગયો હોવો જોઈએ. એટલા માટે કાવ્યપુરુષ સાલંકાર જન્મે છે એમ કહેવાય છે. ઉત્તમ કાવ્યમાં કવિ અલંકારોને પાછળથી ઉમેરતો નથી, પરંતુ અલંકારો એની વાણીમાં સહજ રીતે વણાઈ ગયેલા હોય છે. એની વાણી સાલંકાર ઉદ્દભવે છે અને વહેવા લાગે છે.
અલબત્ત, કાવ્યમાં કંઈ સત્ત્વ ન હોય અને છતાં તેમાં મનોહર અલંકાર સંભવી શકે છે, પરંતુ એવા અલંકારથી કાવ્ય ચડિયાતું બનતું નથી. રસ કે ભાવને ઉચિત એવો અલંકાર ન હોય તો તે ઊલટાનો દોષરૂપ છે અને કાવ્યને હાનિ પહોંચાડે છે. યમકાદિ શબ્દાલંકારોમાં ક્યારેક કવિને સભાન પ્રયત્ન કરવો પડે છે. વળી એ અલંકારો પણ તરત જુદી નજરે પડે એવા ફુટ હોય છે. એટલા માટે આનંદવર્ધન કહે છે કે રસાનુભવમાં વિક્ષેપકર નીવડે એવા શબ્દાલંકારો ઉત્તમ કાવ્યમાં બહુ ઈષ્ટ નથી. અલંકાર વિશે આનંદવર્ધન ધ્વન્યાલોકમાં કહે છે.
रसाक्षिप्ततया यस्य बन्धः शक्यक्रियो भवेत् ।
अपृथग्यत्ननिर्वर्त्य सोऽलंकारो ध्वनौ मत: ॥ રસથી આક્ષિપ્ત થતો હોવાને લીધે જે અલંકારનો બંધ શક્ય થાય અને જુદા પ્રયત્ન વિના થઈ શકે તે અલંકાર ધ્વનિકાવ્યમાં અર્થાત્ ઉત્તમ કાવ્યમાં ઈષ્ટ છે. વળી, આનંદવર્ધન કહે છે : સર્વાળિ નિરૂપ્યાદુર્ઘટના િસક્ષમાહિતવેતન:
અલંકાર ૨૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org