________________
વર્ગીકરણ કરવામાં પણ કેટલાક આલંકારિકોમાં જાણે શક્ય તેટલા વધુમાં વધુ ભેદપ્રભેદો દર્શાવવાનું વલણ દેખાય છે. ઉપમાના ૩૩ પ્રકાર, ઉàક્ષાના ૩ર પ્રકાર અને વ્યતિરેકના ૪૮ પ્રકાર સુધી આલંકારિકો પહોંચ્યા છે. એમ કરવામાં એમણે વ્યાકરણનો પણ આધાર લીધો છે. અલંકારના કેટલાક પ્રકારો તો એમણે માત્ર વ્યાકરણના નિયમને લક્ષમાં રાખીને જ દર્શાવ્યા છે.
ભામહથી શરૂ કરીને ઠેઠ બારમા સૈકા સુધી આલંકારિકો શબ્દાર્થમાં રહેલા વિવિધ પ્રકારના વૈચિત્ર્યને અને એના જુદા જુદા ધર્મોને શોધી શોધીને અલંકારોના નવા નવા ભેદો પાડતા ગયા અને એનું સૂક્ષ્મ વિવેચન કરતા ગયા. એ રીતે અલંકારોની સંખ્યા વધતી ગઈ. અલંકારોના ભેદ-પ્રભેદો ઉદાહરણ સાથે સમજાવવા માટે પોતાના કાવ્યશાસ્ત્રના ગ્રંથમાં ખાસ અલગ અધ્યાય, ઉલ્લાસ કે પ્રકરણની જોગવાઈ પણ તેઓ કરવા લાગ્યા. સમય જતાં “અલંકારસર્વસ્વ', “ચંદ્રાલોક' અને કુવલયાનંદ' જેવા ગ્રંથો તો ફક્ત અલંકારો સમજાવવા માટે જ લખાયા.
ભામહ, દડી, વામન, ઉદ્ભટ અને રુદ્રટે ત્રીસથી ચાળીસ જેટલા અલંકારો ગણાવ્યા છે. પરંતુ ત્યાર પછી મમ્મટે ૬૧, રુધ્યકે ૭૫, જયદેવે “ચંદ્રાલોકમાં ૧૦૦ અને અપ્પય દિક્ષિતે કુવલયાનંદમાં ૧૨૪ જેટલા અલંકારો ગણાવ્યા છે. મમ્મટે તો કાવ્યની વ્યાખ્યા બાંધતી વખતે તેમાં પણ અલંકારના તત્ત્વનો નિર્દેશ કર્યો છે.
ઈ.સ.ના બારમા સૈકામાં હેમચન્દ્રાચાર્યે પોતાના “કાવ્યાનુશાસન' ગ્રંથમાં પુરોગામી સમર્થ આલંકારિકોનો આધાર લઈને અલંકાર વિશે સમર્થ ચર્ચા કરી છે. એમણે તેઓની દુર્બોધતા દૂર કરી અને એમની વર્ગીકરણપ્રિયતાને સ્થગિત કરી એટલું જ નહિ પણ એને ન્યૂન કરવાનો પ્રયત્ન પણ કર્યો. એટલા માટે એમણે અલંકારોની સંખ્યા ૧૨૪ ઉપરથી ઘટાડીને ૩૦ ઉપર આણી.
- સાધારણ મનુષ્યો તેમજ કવિઓ પોતાની વાણીને અલંકારોનો ઓપ આપે છે. પોતાના વક્તવ્યને સરસ, સચોટ, છટાદાર રીતે રજૂ કરવા માટે અલંકારોનો આશ્રય લેવાય છે. આપણી કહેવતો અને આપણા રૂઢપ્રયોગોમાં કેટલીક વખત અલંકારનું બળ હોય છે. પરંતુ શું અલંકારરહિત ભાષા પણ સચોટ ન હોઈ શકે? વસ્તુતઃ ભાષાની વિશિષ્ટ ભંગિ કે છટા અલંકાર વિના પણ સંભવી શકે. અભિવ્યક્તિનું સૌંદર્ય વક્રોક્તિ, ગુણ, લક્ષણ, વ્યંજના વગેરે પર નિર્ભર હોય અને છતાં ત્યાં કોઈ પણ રૂઢ અલંકાર દષ્ટિગોચર ન થાય એમ બની શકે. એટલે અલંકાર કાવ્યને માટે ઉપકારક છે, પરંતુ અનિવાર્ય નથી એમ સમજવું જોઈએ. રમણીનું મુખ જેમ આભૂષણ વગર શોભતું નથી તેમ કાવ્ય પણ અલંકારરહિત હોય તો શોભે નહિ એમ ભામહે કહ્યું છે, પરંતુ ઉત્તમ નૈસર્ગિક વિરલ સૌંદર્યને અલંકારોની
૨૯૮ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org