SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ અલંકારોનું વિભાજન કરતાં ભોજ પોતાના ‘શૃંગાપ્રકાશ’માં ત્રણ મુખ્ય પ્રસ્કરો દર્શાવે છે : બાહ્ય, આત્યંતર અને બાહ્યાભ્યાન્તર. ૧. શબ્દના અલંકારો તે બાહ્ય અલંકારો છે. તેની સરખામણી વસ્ત્ર, માળા અને અન્ય આભૂષણો સાથે કરી શકાય. ૨. અર્થના અલંકારો તે આવ્યંતર અલંકારો છે. એની સરખામણી તે દંતશોધન, નખચ્છેદન, કેશપ્રસાધન વગેરે સાથે કરી શકાય. ૩. શબ્દાર્થના અલંકારો તે બાહ્યાભ્યાન્તર અલંકારો. એની સરખામણી સ્નાન, વિલેપન વગેરે સાથે તે કરે છે. ભોજનું આ વર્ગીકરણ પ્રાથમિક અને સ્થૂલ પ્રકારનું છે. અર્થાલંકારમાં જૂનામાં જૂનો અહંકાર તે ઉપમા. ઉપમામાં રહેલા સાદૃશ્યના તત્ત્વના વિવિધ પ્રયોગો થયા અને એમાંથી સાદૃશ્યમૂલક અલંકારો વિકસ્યા છે. શાસ્ત્રકાર અને કવિની જગતને જોવાની દૃષ્ટિમાં ફેર હોય છે. એટલા માટે રાજશેખર શાસ્ત્રના વિષયવર્ણનને સ્વરૂપનિબંધન' કહે છે અને કવિએ કાવ્યમાં કરેલા વિષયવર્ણનોને પ્રતિભાસનિબંધન' કહે છે, કારણ કે તેમાં કલ્પનાનું તત્ત્વ રહેલું છે. આ ક્લ્પનાના તત્ત્વથી જ કવિ એકના એક વિષયને ભિન્નભિન્ન દૃષ્ટિથી જુએ છે. પ્રતિભાસ એટલે પ્રતીતિ. એ પ્રતીતિનું જેટલું વૈવિધ્ય તેટલું અલંકારોનું વૈવિધ્ય. એક સાદૃશ્યની પ્રતીતિમાંથી જ કેટલા બધા અલંકારો વિકસ્યા ! બે ભિન્નભિન્ન પદાર્થોમાં કેવળ સાદશ્યની પ્રતીતિ થાય તો ઉપમા અલંકાર; સાદૃશ્યની અભેદપ્રતીતિ થાય તો રૂપક અલંકાર; તાદાત્મ્યપ્રતીતિ થાય તો અતિશયોક્તિ અલંકાર; સાદૃશ્યની અન્યથાપ્રતીતિ થાય તો અપન્રુતિ અલંકાર; અને સાદૃશ્યની સંદેહપ્રતીતિ થાય તો સસંદેહ અલંકાર થાય. એ જ પ્રમાણે ઉત્પ્રેક્ષા, ઉપમેયોપમા, પ્રતીપ, અનન્વય તુલ્યયોગિતા, દીપક, વ્યતિરેક, દૃષ્ટાન્ત, પ્રતિવસ્તૂપમા, નિદર્શના, અપ્રસ્તુતપ્રશંસા, સમાસોક્તિ, પરિણામ, સ્મરણ, ઉલ્લેખ વગેરે અલંકારો સાદૃશ્યપ્રતીતિના વૈવિધ્યમાંથી જન્મ્યા છે. પ્રતીતિના આવા વૈવિધ્યને કોઈ મર્યાદા નથી હોતી અને એથી અલંકારોની સૃષ્ટિ અમર્યાદિત છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. આનંદવર્ધન કહે છે કે પ્રિયાના વિભ્રમને અને સુવિની વાણીના અર્થને કોઈ જ મર્યાદા હોતી નથી. આનંદવર્ધને ધ્વન્યભાવવાદીનું વચન ધ્વન્યાલોકમાં ટાંક્યું छेटु सहस्रशो हि महात्मभिरन्यैरलंकारप्रकाशः प्रकाशिताः प्रकाश्यन्ते च । અલંકારોનું પદ્ધતિસરનું વર્ગીકરણ ભામહ કરતાં રુદ્રટે વિશેષ કર્યું છે. એણે અલંકારના વાસ્તવમઔપન્થતિશય: શ્લેષ: એવા ચાર પ્રકાર ગણાવ્યા છે. અલંકારોના વર્ગીક૨ણમાં ઉત્તરકાલીન આલંકારિકોએ વધુ અને વધુ ભેદપ્રમેદ બતાવવાનું વલણ રાખ્યું. સાદૃશ્ય અને વિરોધ એ બે તત્ત્વો ઉપરાંત શૃંખલાબંધ, તર્કન્યાય, કાવ્યન્યાય. લોકન્યાય, ગૂઢાર્થપ્રતીતિ વગેરેના આધારે પણ અલંકારોનું વર્ગીકરણ થયું છે. આ Jain Education International અહંકાર * ૨૯૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy