________________
ઉપરાંત ઉભયાલંકાર' નામનો ત્રીજો પ્રકાર પણ ઉમેરાયો, જેમ કે શ્લેષ અલંકાર તે શબ્દાલંકાર પણ હોઈ શકે અને અર્થાલંકાર પણ હોઈ શકે. ભોજે ઉપમા, રૂપક, અર્થાન્તરન્યાસ અને અપહુનુતિનો પણ ઉભયાલંકારમાં સમાવેશ કર્યો છે.
કયા અલંકારને શબ્દાલંકાર ગણવો અને કયા અલંકારને અર્થાલંકાર ગણવો ? જે અલંકાર શબ્દને આશ્રયે યોજાયો હોય તે શબ્દાલંકાર બને; જે અલંકાર અર્થને આશ્રયે યોજાયો હોય તે અર્થાલંકાર બને છે. આમ આશ્રય-આશ્રયી-ભાવની કસોટી શબ્દાલંકાર અને અર્થાલંકાર વચ્ચેનો ભેદ સમજવા માટે અપનાવવામાં આવી પરંતુ મમ્મટે એનો અસ્વીકાર કર્યો અને અન્વય, વ્યતિરેક અને પર્યાયની કસોટી સૂચવી. એટલે કે જેમાં અલંકાર પ્રયોજાયો હોય તેમાં અમુક શબ્દનો પર્યાય વાપરવાથી તે અલંકાર મટી જતો હોય તો તે શબ્દાલંકાર કહેવાય અને પર્યાય વાપરવા છતાં પણ તે અલંકાર રહેતો હોય તો તે અર્થાલંકાર કહેવાય. આમ, મમ્મટે દર્શાવ્યા પ્રમાણે પર્યાયપરિવૃત્તિસહત્વ હોય તો અર્થાલંકાર ગણાય. મમ્મટે અલંકારના પ્રાથમિક વર્ગીકરણ માટે સૂચવેલી આ કસોટી વધુ સ્વીકાર્ય બની છે.
- યમક અને ઉપમા એ બે મૂળ અલંકારો છે. તેમાં એક શબ્દાલંકાર છે અને બીજો અર્થાલંકાર છે. શબ્દાલંકારનો વિકાસ બહુ ન થયો; થઈ પણ ન શકે, શબ્દ કરતાં અર્થમાં શક્તિ ઘણી વધારે રહેલી હોય છે. એટલે અર્થાલંકારોનો વિકાસ ઘણો વધારે થાય એ સ્વાભાવિક છે.
શબ્દાલંકારમાં શબ્દોનું ચાતુર્ય હોય છે. એનો ઉપયોગ કરનાર જુદા જુદાં વર્ણોની કે અમુક વર્ણવાળા શબ્દોની ગોઠવણ એવી રીતે કરે છે કે જેથી એમાંથી કર્ણને પ્રિય લાગે એવું ઉચ્ચારણ થતું હોય છે. કાવ્યમાં કવિ જ્યારે એ અલંકારની રચના કરે છે ત્યારે તેમાંથી આહ્લાદક શબ્દસંગીત પ્રગટ થાય છે. એ શબ્દસંગીત
જ્યારે અર્થને અનુકૂળ બની પ્રગટે છે ત્યારે તે કાવ્યમાં સવિશેષ ચમત્કૃતિ સાધે છે, જે ભાવકના હૃદયને સ્પર્શી જાય છે. પરંતુ શબ્દસંગીત જ્યારે અર્થને અનુકૂળ નથી હોતું ત્યારે તેનું મૂલ્ય એટલું અંકાતું નથી. માત્ર બાહ્ય શોભા માટે સભાનપણે પ્રયોજાયેલા શબ્દાલંકારનું મોટામાં મોટું ભયસ્થાન એ છે કે તે કૃત્રિમતામાં સરી પડે છે અને એ સૌંદર્ય ઉચ્ચ અધિકારી ભાવકવર્ગને આકર્ષી શકતું નથી. એટલા માટે આપણા અલંકારશાસ્ત્રમાં શબ્દાલંકારને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું નથી. કેવળ શબ્દાલંકારવાળી કાવ્યરચનાઓને આલંકારિકોએ અધમ પ્રકારની ગણાવી છે. શબ્દાલંકાર જ્યાં રસ કે ધ્વનિની પ્રતીતિમાં વિઘ્નકર્તા હોય છે ત્યાં તે કવિતાનું ઉચ્ચતર સૌંદર્ય પ્રગટ કરવામાં બાધારૂપ નીવડે છે અને માટે ત્યાં તે નિષિદ્ધ મનાય
૨૯૬ જ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org