________________
ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં છત્રીસ કાવ્યલક્ષણો ગણાવવામાં આવ્યાં છે. જોકે તેમાં ઉપજાતિ છંદમાં ગણાવેલી યાદી કરતાં અનુષુપ છંદમાં ગણાવેલી યાદીમાં લક્ષણોનાં નામોમાં કેટલોક ફરક છે) એ લક્ષણોમાં (૧) વિભૂષણ, (૨) અક્ષરસંઘાત, (૩) શોભા, (૪) અભિમાન, (૫) ગુણસંકીર્તન, (૬) પ્રોત્સાહન, (૭) મનોરથ, (૮) અતિશય, (૯) સિદ્ધિ, (૧૦) મિથ્યાધ્યવસાય વગેરે લક્ષણો છે. આ લક્ષણો વિશે અભિનવગુપ્ત “અભિનવભારતી'માં પોતાના ગુરુ ભટ્ટ તૌતનો અભિપ્રાય સંકે છે કે, લક્ષણોના યોગથી અલંકારોનું વૈચિત્ર્ય સધાય છે.” ઉદાહરણ તરીકે ગુણાનુવાદ લક્ષણ સાથે ઉપમાનો યોગ થતાં પ્રશંસોપમાં થાય છે; અતિશય નામના લક્ષણ સાથે સંબંધ થતાં અતિશયોક્તિ અલંકાર થાય છે; મનોરથ નામના લક્ષણ સાથે યોગ થતાં અપ્રસ્તુતપ્રશંસા થાય છે; મિથ્યાધ્વસાય નામના લક્ષણ સાથે યોગ થતાં અપહુનુતિ થાય છે; સિદ્ધિ નામના લક્ષણ સાથે યોગ થતાં તુલ્યયોગિતા થાય છે.
લક્ષણો અને અલંકારોની અન્યત્ર થયેલી ચર્ચાઓમાં જોવા મળે છે તે પ્રમાણે નિરુક્ત નામના લક્ષણમાં અર્થાન્તરવાસનું, સંદેહ લક્ષણમાં સસંદેહનું, અથપત્તિમાં
અપ્રસ્તુતપ્રશંસાનું, પ્રિયવચનમાં પ્રેયસનું, માલામાં માલાનું, પ્રાપ્તિમાં કાવ્યલિંગનું, નિદર્શનમાં નિદર્શનાનું, પ્રસિદ્ધિમાં ઉઘરનું, પદોચ્ચયમાં સમુચ્ચયનું, દેન્તમાં દૃષ્ટાન્ત અલંકારનું બીજ જોઈ શકાય છે. ક્યારેક બે લક્ષણ મળીને એક અલંકાર પણ થાય છે, જેમકે ગુણાતિપાત અને ગહેણા મળીને વ્યાજસ્તુતિ અલંકાર થાય છે; મનોરથ અને પ્રતિષેધ મળીને આક્ષેપ થાય છે.
ભટ્ટ તૌત કહે છે કે આ જ પ્રમાણે બીજા અલંકારોના બીજ પણ લક્ષણોમાં શોધી શકાય. લક્ષણોનું અલંકારોમાં ક્રમે ક્રમે કેવું રૂપાન્તર થતું ગયું હશે તે ભટ્ટ તૌતના આ અભિપ્રાય પરથી જોઈ શકાશે.
લક્ષણના યોગને લીધે જ કાવ્યમાં અલંકારોને સ્થાન છે. તેમ ન હોય તો માત્ર સાદશ્ય, વિરોધ, અભેદ ઈત્યાદિનો લૌકિક વ્યવહાર જ બની જાય છે. એટલા માટે અભિનવગુપ્ત કહે છે કે નવિ વિય: I એને આપણે ઉપમા અલંકાર નથી કહેતા અને સ્થાણુર્વા પુરુષો વાએને આપણે સસંદેહ અલંકાર નથી કહેતા, કારણ કે ત્યાં માત્ર લૌકિક સંબંધ જ વ્યક્ત થયો છે.
અલંકારોના શબ્દાલંકાર અને અર્થાલંકાર એવા બે મુખ્ય પ્રકાર ભરતમુનિના સમયમાં જોઈ શકાય છે. શબ્દાલંકાર અને અર્થાલંકારનો ભેદ ભરતે શબ્દમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી. પરંતુ યમક એ શબ્દરચના છે એમ કહ્યું છે. એથી ભેદનું સૂચન કર્યું જ છે એમ કહી શકાય. ભામહ પણ એ જ પ્રમાણે બે મુખ્ય પ્રકાર સ્વીકારે છે. કહે છે કે શત્રુ પિધેયવાર્તા માવિષ્ટ કર્યા તુ : | આ બે પ્રકારના અલંકાર
અલકર : ૨૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org