________________
સુધીના લગભગ છસોથી આઠસો વર્ષના ગાળામાં લખાયેલા, નાટ્યશાસ્ત્ર કે કાવ્યશાસ્ત્રના કોઈ ગ્રંથો આપણને ઉપલબ્ધ નથી. પરંતુ એ સમયાવધિમાં ભરતમુનિએ ગણાવેલાં કાવ્યલક્ષણોનું ભાવ, અલંકાર ઈત્યાદિમાં રૂપાંતર થતું દેખાય છે. ભામહનો સમકાલીન દફડી “કાવ્યાદર્શમાં કહે છે: “બીજાં શાસ્ત્રોમાં જે જે સંધિ-અંગો, વૃત્તિઅંગો, લક્ષણો વર્ણવેલાં છે તે પણ અમને અલંકાર તરીકે માન્ય
यश्च संध्यंगवृत्त्यंग लक्षणान्यागमान्तरे ।
व्यावर्णितमिदं चेष्टमलंकारतयैव नः ॥ ભામહ અલંકારને જ કાવ્યના પ્રાણભૂત તત્ત્વ તરીકે ઓળખાવે છે. ભામહના મતાનુસાર અલંકાર એ જ કાવ્યનું વૈશિસ્ય છે. (ભામહે પોતાના “કાવ્યાલંકારમાં રસની નહિ જેવી જ છણાવટ કરી છે.) ભામહ કહે છે કે શબ્દ અને અર્થની વક્રતા એ વાણીની અલંકૃતિ છે :
वक्रामिधेयशब्दोक्तिरिष्टा वाचामलंकृतिः । ભામહ કહે છે સૈવ સર્વત્ર વઋવિત: I કાવ્યની ભાષાને અલંકૃત કરવા માટે વક્રતાની-વૈચિત્ર્યની આવશ્યકતા છે. એ વિના અલંકાર બની ન શકે. અતિશયના તત્ત્વ પર ભાર મૂકતાં આનંદવર્ધન કહે છે કે કવિપ્રતિભાને લીધે જે અલંકારમાં અતિશય આવે છે તે જ અલંકાર ઉત્કૃષ્ટ છે, બાકીના અલંકારો તો નામમાત્રથી અલંકારો છે.
વામનના મત પ્રમાણે સૌંદર્ય એ જ કાવ્યનો પ્રાણભૂત અલંકાર છે. કાવ્યાલંકારસૂત્રવૃત્તિમાં તે કહે છે વ્યિ પ્રાધિમત્તેજ{[ ! સૌન્દર્યકર્તા: ગુણ, અલંકાર વગેરે કાવ્યશોભાનાં ઉપાદાનો છે. તેમાં પણ ગુણ કાવ્યશોભાનો કારક હેતુ છે અને અલંકાર તે શોભામાં વધારો કરનાર છે:
काव्यशोभाया कर्तारो गुणाः । तदतिशयहेतवः अलंकाराः । આથી ગુણો તે કાવ્યના નિત્યધર્મ છે. અલંકારો કાવ્યના નિત્યધર્મ નથી. ગુણ અને અલંકારો વચ્ચેનો ભેદ દર્શાવવા વામન યુવતીનું ઉદાહરણ આપે છે. તે કહે છે,
જો યુવતીનું રૂપ મૂળથી જ શુદ્ધ ગુણોથી યુક્ત હોય તો તે અલંકારવિહીન અવસ્થામાં પણ સુંદર લાગે છે. તેમાં તેને અલંકારનો પણ યોગ પ્રાપ્ત થાય તો તે રૂપ અધિક ખીલી ઊઠે છે. પરંતુ યુવતીનું રૂપ લાવણ્યવિહીન હોય તો તેના પર ગમે તેટલા અલંકારો ચઢાવીએ તોપણ તે સુંદર લાગતી નથી. તેવી રીતે શુદ્ધ ગુણયુક્ત કાવ્ય રસિકોને આનંદ આપે છે. તેમાં વળી અલંકારોનો યોગ હોય તો તે કાવ્ય ખીલે છે. પરંતુ ગુણ વિનાના કાવ્યમાં ગમે તેટલા અલંકારો હોય તોપણ તે રસિકજનને આનંદ આપી શકતું નથી.”
૨૯૪ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org