________________
ઉપમા અને રૂપકનો નિર્દેશ આટલો પ્રાચીન છે, પરંતુ તેનો ઉપયોગ તો એથી પણ પ્રાચીન છે. યમક, ઉપમા, રૂપક, ઉàક્ષા ઇત્યાદિ અલંકારોનો ઉપયોગ થયેલો ઠેઠ ઋગ્યેદ અને ઉપનિષદોમાં આપણને જોવા મળે છે. ઋગ્યેદસંહિતાની ઋચાઓમાં, સ્તોત્રોમાં, પ્રકૃતિનાં વર્ણનોમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર પ્રયોગ થયેલા જોવા મળે છે. ઋગ્યેદસંહિતાના ૮મા મંડલમાં યમક શબ્દાલંકાર જોવા મળે છે, જેમ કે :
देवं देवं वोऽवसे देवमभिंष्टये ।
देवं देवं हुवेम वाजसातये गुणन्तो देव्या धिया । એના છઠ્ઠા મંડળમાંથી બીજો એક શ્લોક જુઓ :
वक्ष्यन्तीवेदा गनीगन्ति कर्ण
प्रियं सखायं परिषस्वजाना । योषवे शिङ्क्ते वितताधिधन्व
ज्या इयं समने पारयन्ती ॥ ધિનુષ્ય ઉપર ચડાવવામાં આવેલી અને સંગ્રામમાં વિજય અપાવનારી આ દોરી જાણે યોદ્ધાના કાનમાં કાંઈ પ્રિય કહેવા મગાતી હોય તેમ તેના કાન પાસે આવે છે અને પોતાના પ્રિય મિત્ર બાણને આલિંગન કરીને મધુર અવાજ કરે છે.]
અહીં ઉભેક્ષા અને ઉપમા એમ બે અલંકાર જોવા મળે છે. બૃહદ્ આરણયકોપનિષદમાં કહ્યું છે :
तद्यथा प्रियया स्त्रिया संपरिप्वक्त न बाह्यं किंचन वेद नान्तरमेवमेवायं पुरुष: प्राज्ञेनात्मना संपरिष्वक्तो न बाह्यं किंचन वेद नान्तरम् ।
તેિ આ પ્રમાણે છે : જેવી રીતે પોતાની પ્રિય સ્ત્રી વડે આલિંગન કરાયેલો પુરુષ બહારનું તેમજ અંદરનું કશું જાણતો નથી, તેવી રીતે પરમાત્મા સાથે જોડાયેલો જીવાત્મા બહારનું તેમજ અંદરનું કશું જાણતો નથી.]
જીવાત્મા પરમાત્મા સાથે જોડાય છે તે અવસ્થાનું વર્ણન અહીં કેવી મનોહર ઉપમા વડે કરવામાં આવ્યું છે!
ઋગ્વદ, ઉપનિષદો, બ્રાહ્મણો ઈત્યાદિ ગ્રંથોના સમય પછી, રામાયણ અને મહાભારત એ મહાકાવ્યોમાં તો વિવિધ અલંકારોનાં સંખ્યાબંધ ઉદાહરણો જોવા મળે છે. ત્યાર પછીના કાળમાં કાલિદાસાદિ કવિઓનાં મહાકાવ્યોમાં તો અવનવા ચમત્કૃતિભરેલા અનેક અલંકારો જોઈ શકાય છે.
ભરતમુનિના નાટ્યશાસ્ત્ર પછી અલંકારનાં સ્વરૂપ અને પ્રકારોની વિગતે ચર્ચા આપણને ભામહના “કાવ્યાલંકાર' ગ્રંથમાં જોવા મળે છે. ભામહ લગભગ ચાળીસ જેટલા અલંકારો ગણાવે છે, પરંતુ લક્ષણ એક પણ ગણાવતો નથી.
ભામહનો સમય ઈ. સ. ૬૦૦થી ૭૫૦નો ગણાય છે. ભરતમુનિથી ભામહ
અલંકાર : ૨૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org